મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી ટ્રકમાં ભરેલ પાવડરની બોરીની આડમાં લઇ જવાતી ૩૨૯૭ બોટલો સાથે બે પકડાયા


SHARE











મોરબી : વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી ટ્રકમાં ભરેલ પાવડરની બોરીની આડમાં લઇ જવાતી ૩૨૯૭ બોટલો સાથે બે પકડાયા

જીલ્લામાં દારૂ કટીંગનું હબ બનતુ વાંકાનેર : નાની મોટી ૩૨૯૭ બોટલો-પાઉચ મળી ૪.૫૯ લાખનો દારૂ તથા અન્ય મુદામાલ મળી ૧૪.૬૯૭૫ લાખની મતા જપ્ત કરતી મોરબી એલસીબી 

મોરબી પંથકમાં વિદેશી દારૂના કટીંગ માટે વાંકાનેર વિસ્તાર હબ બની રહ્યો હોય તેમ સમયાંતરે દારૂના મોટા જથ્થા સાથે બુટલેગપો પડડાય રહ્યા છે.ગત રાત્રી દરમ્યાન મોરબી એલસીબીના સ્ટાફે વાંકાનેર બાઉન્ડ્રી ખાતે વોચ રાખી હતી જે દરમ્યાન બાતમી મુજબનું વાહન નિકળતા તેને અટકાવીને તલાસી લેવાતા તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૩૨૯૭ બોટલો-પાઉચ મળીને ૪.૫૯ લાખનો દારૂ તથા અન્ય મુદામાલ મળી ૧૪.૬૯ લાખની મતા જપ્ત હાલમાં મોરબી એલસીબીએ જપ્ત કરીને બે બુટલેગરોને દબોચી લીધેલ છે.

રાજય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટીયા તરફથી સમગ્ર રાજયમાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી ઉપર અંકુર લાવવા સમગ્ર રાજયમાં ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના સંદિપસીંગ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના મુજબ મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી દારૂ જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા મોરબી એલસીબી પીઆઇ વી.બી.જાડેજાને સુચના કરાયેલ હોય પીઆઇ વી.બી.જાડેજા તથા પીએસઆઇ એન.બી.ડાભી તથા એલસીબી સ્ટાફના માણસો વોચમાં હતા તે દરમ્યાન હેડ કોન્સટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા તથા કોન્સટેબલ વિક્રમભાઇ કુગશીયાને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી ટાટા ટ્રક રજીસ્ટ્રેશન નંબર RJ 19 GB 2045 વાળી રાજકોટ તરફ જનાર છે જે ટ્રકમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી સચોટ હકિકત મળેલ હોય જે હકિકત આધારે સ્ટાફના માણસો સાથે વાંકાનેર બાઉન્ડ્રીએ વોચ રાખી હતી તે દરમ્યાન ટ્રક નંબર RJ 19 GB 2045 વાળી પસાર થતા તેને રોકી ટ્રક ચેક કરતા ટ્રકમાં સફેદ પાવડર ભરેલ થેલીઓની આડમાં જુદી જુદી બ્રાન્ડની નાની-મોટી બોટલો તથા પાઉચનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ ઉપરથી બ્લેન્ડર પ્રાઇડ અલ્ટા પ્રિમીયમ વ્હીસ્કીની ૬૦ બોટલો રૂા. ૫૧,૦૦૦, ઓલસીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ ૬૦ રૂા.૩૬,૦૦૦, મેકડોવેલ-૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ ૧૧૩ રૂા. ૪૨,૩૭૫, બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની ૨૩૨ બોટલો રૂા. ૪૬,૪oo રોયલ કલાસીક વ્હીસ્કી બોટલો નંગ ૨૮૩૨ રૂા. ૨,૮૩,૨૦૦ એમ કુલ રૂા.૪.૫૯ લાખનો દારૂ તેમજ ટાટા ટ્રક રજીસ્ટ્રેશન નંબર RJ 19 GB 2045 રૂા.૧૦ લાખ બે મોબાઇલ રૂા.૧૦,૦૦૦, પાવડરની બોરીઓ નંગ ૬૫૦ રૂા.૧૦ એમ કુલ મળીને રૂ.૧૪,૬૮,૯૭૫ ના મુદામાલ સાથે ટ્રક ચાલક અને કલીનર એવા રૂગારામ સતારામ લેગા જાટ રહે.ખારાપાર તા.ગીડા જી.બાડમેર થાણુ ગીડા રાજસ્થાન અને ઇન્દર ઓમારામ સરગરા રહે. રોહીછાખુર્દ થાણુ પોસ્ટ તા.લોની જોધપુર (રાજસ્થાન ) ને દબોચીને માલ મોકલનાર ઇન્દર જાટ રહે.જોધપુર રાજસ્થાન અને માલ મંગાવનાર વોટસઅપ નંબર -૨૪૩૮૨૭૪૧૯૮૯૮ વાળા ઇસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. 

મોરબી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી તેમજ સ્ટાફના દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ કુગશીયા, ભરતભાઇ મીયાત્રા, હરેશભાઇ સરવૈયા વિગેર દ્વારા ઉપરોકત રેડની કામગીરી કરવામાં આવી હતી.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News