મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

મોરબીની કલ્યાણ (વજેપર) પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની કલ્યાણ (વજેપર) પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પર્યાવરણનું જતનએ દરેક નાગરિકનું કર્તવ્ય છે. વૃક્ષ થકી જ પર્યાવરણ અને વાતાવરણનું શુદ્ધિકરણ શક્ય છે તેવી જ રીતે શાળા અને શિક્ષક થકી જ આદર્શ નાગરિકનું સર્જન થતું હોય છે ત્યારે નાગરિક અને પર્યાવરણ સંવર્ધનની સવિશેષ જવાબદારી શિક્ષણ વિભાગ પણ વહન કરતું હોય છે. વસુંધરાના વિકાસ અર્થે મોરબીની તાલુકા શાળા નં -૧ સી.આર. સી.ની નવનિર્મિત શાળા શ્રી કલ્યાણ(વજેપર) પ્રાથમિક શાળામાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રકૃતિવંદન કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર,બીટ કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયા, તા.શા.નં.૧ ના સી.આર.સી.કો.ઓ. અને મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા પણ જોડાયા હતા અને શાળાના મુખ્યશિક્ષિકા બહેન અને સમગ્ર સ્ટાફ પરિવારના શિક્ષિક ભાઈઓ બહેનો દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું




Latest News