માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે કારખાનામાં દિવાલ માથે પડતાં ત્રણ પૈકીના એકને રાજકોટ ખસેડાયો 


SHARE















મોરબીના બેલા પાસે કારખાનામાં દિવાલ માથે પડતાં ત્રણ પૈકીના એકને રાજકોટ ખસેડાયો 

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે ના કારખાના ની અંદર દિવાલ માથાના ભાગે પડતાં ત્રણ મજુરોને સારવારમાં મોરબીના સામાકાંઠા આવેલ ખાનગી હોસ્પિટલે લઇ જવાયા હતા. જયાં પાટાપિંડી કરીને એક યુવાનની હાલત વધુ નાજુક જણાતાં તેને રાજકોટ ખસેડાયો હોવાનો હાલમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ કોસીના સિરામીક નામના યુનિટીની અંદર કામ દરમિયાન દિવાલ માથાના ભાગે પડવાથી નરેશ પારસિંગ ભીલ (૨૩), સરોજબેન ખેલસિંગ ભીલ (૩૦) અને ખેવસિંગ દિપસિંહ ભીલ (૩૨) નામના ત્રણ મજૂરોને સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જે ત્રણ પૈકી નરેશ ભીલની હાલત નાજુક જણાતાં તેને પાટાપિંડી કરીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે હાલમાં તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા ચલાવી રહ્યા છે.

આધેડ મહિલા સારવારમાં

મોરબી તાલુકાના આમરણ ગામે દાવલસાસ વિસ્તારમાં રહેતા હસીનાબીબી ઉમરભાઈ બુખારી નામના ૫૨ વર્ષીય મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં મારુતિ હોસ્પિટલે ખસેડાયા હતા. મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે હસીનાબીબી ગત સાંજના પાંચેક વાગ્યે તેમના ભત્રીજા સરફરાઝના બાઈકના પાછળના ભાગે બેસીને આમરણ ગામમાં બજરંગ હોલ પાસેથી જતા હતા ત્યારે ઢાળમાં તેમનું બાઈક સ્લીપ થઈ જવાથી જમણા થાપાના ભાગે ફેકચર જેવી ઇજાઓ સાથે હસીનાબીબીને સારવારમાં ખસેડાયા હતા.

બાળકી સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા (રંગપર) ગામે ઘર પાસે રમી રહેલી તુલસીબેન મેહુલભાઈ આચાર્ય નામની છ વર્ષની બાળકીને અજાણ્યા બાઇકના ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને તુલસીબેનને અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News