મોરબીના બેલા પાસે કારખાનામાં દિવાલ માથે પડતાં ત્રણ પૈકીના એકને રાજકોટ ખસેડાયો
મોરબી એલસીબીએ ૨૯ મોબાઈલ અને સોના-ચાંદીના દાગીના મળી ૧.૭૭ લાખની મતા સાથે ત્રણ શકમંદોને દબોચ્યા
SHARE
મોરબી એલસીબીએ ૨૯ મોબાઈલ અને સોના-ચાંદીના દાગીના મળી ૧.૭૭ લાખની મતા સાથે ત્રણ શકમંદોને દબોચ્યા
પંદર દિવસ પહેલા વીશીપરામાં થયેલ રૂા.૪૦ હજારની ઘરફોડ ચોરી પણ ડિટેકટ થઇ
મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે શહેરના સામાકાંઠે આવેલ માળીયા ફાટક પાસેથી ત્રણ શકમંદ ઈસમને ઉઠાવ્યા હતા અને તેઓની અંગજડતી લેવામાં આવતા તેમના કબ્જામાંથી ચાલુ-બંધ તેમજ ડિસ્પ્લે તૂટેલી હાલતમાં હોય તેવા કુલ મળીને ૨૯ મોબાઈલો તેમજ સોના-ચાંદીના દાગીના એમ કુલ મળીને ૧.૭૭ લાખની મતા મળી આવી હતી જેથી પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરવામાં આવતા મોરબીના વીસીપરામાં ૧૫ દિવસ પહેલા કરવામાં આવેલી ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો.વધુમાં પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સિરામીક યુનીટોમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરો સુતા હોય બેઠા હોય ત્યારે તેમનું ધ્યાન ચૂકવીને તેઓના મોબાઈલ સેરવી લેતા હતા. આ થીયરીથી જ ભુતકાળમાં પણ અનેક જગ્યાઓએથી મોબાઇલ ફોનની ચોરીઓના બનાવો બન્યા છે તેમાં વધુ ડિટેક્શન થાય તેવું હાલ દેખાઇ રહ્યુ છે.
મોરબી એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા તેમજ ટીમ રાઉન્ડમાં હતા તે દરમિયાનમાં સ્ટાફને મળેલ બાતમીના આધારે શહેરના સામાકાંઠે આવેલ માળીયા ફાટકે ઉભેલા ત્રણ ઇસમોને તેમના નામ પૂછવામાં આવતા તેઓએ પોતાના નામ અલ્યાસ ઉર્ફે ભીમો હુશેન સુમરા, ગોપાલ બાબુભાઈ કોળી અને જુસબ ઉર્ફે જુસો જાકમ ભટ્ટી જાતે મિંયાણા રહે.વીસીપરા વાળા હોવાનું જણાવ્યું હતું અને પોલીસે તેઓની અંગજડતી લેતા તેઓની પાસેથી ચાલુ હાલતમાં, બંધ હાલતમાં તેમને ડિસ્પ્લે તૂટેલી હાલતમાં એમ કુલ મળીને ૨૯ નંગ મોબાઇલો મળી આવ્યા હતા. જેથી રૂા.૧,૩૬,૫૦૦ ની કિંમતના ૨૯ મોબાઈલો તેમજ સાંકડા નંગ-૨ વજન આશરે ૩૧૮ ગ્રામ, ઝાંઝરી નંગ-૨ વજન આશરે ૧૧૯ ગ્રામ, પુરુષના હાથમાં પહેરવાની લક્કી વજન આશરે ૧૦૫ ગ્રામ એમ કુલ મળીને ૫૪૨ ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા ૨૨ હજાર તેમજ સ્ત્રીઓને કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી નંગ-૧ તેમજ નખલી નંગ-૩ વજન આશરે ૪.૯૫૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૮ હજાર એમ કુલ રૂપિયા ૪૦ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૪૦ હજાર એમ કુલ મળીને રૂા.૧,૭૬,૫૦૦ ના મુદ્દામાલ સાથે ત્રણેયને દબોચીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
પોલીસે મોબાઇલ અને સોના-ચાંદીના દાગીના અંગે પૂછપરછ કરતાં પકડાયેલા અલ્યાસ સુમરા, ગોપાલ કોળી અને જુસબે પોલીસને જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા મોરબીના વીસીપરામાં રહેતા મગનભાઈ કોડીના રહેણાંક મકાનમાં તેઓએ ચોરી કરી હતી અને ત્યાંથી સોના-ચાંદીના દાગીના ચોર્યા હતા. તે રીતે જ હાઇવે ઉપર અને સિરામીકના કારખાનાઓની આસપાસ જે કોઈ મજૂરો સુતા હોય કે બેઠા હોય તેઓનું ધ્યાન ચુકવીને તેમના મોબાઇલો સેરવી લેતા હતા અને બાદમાં વેચી મારતા હતા તેવી કેફિયત આપતા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે વીશીપરામાં રહેતા મગનભાઈ કોડીને ત્યાં થયેલી રૂા.૪૦ હજારની ચોરીની ફરિયાદ નોંધાવા પામી છે.
વીશીપરામાં થયેલ ઘરફોડ ચોરીમાં ૪૦ હજારની ફરિયાદ નોંધાઇ
મોરબીના વીશીપરામાં આવેલ ચાર ગોડાઉનની પાસે રોહીદાસપરા મેઈન રોડ ઉપર રહેતા મગનભાઈ ઘોઘાભાઈ કુરિયા જાતે કોળી (૩૮) નામના યુવાનનું ઘર ગત તા.૧૬-૬ રોજ બંધ હતું ત્યારે રાત્રિ દરમિયાન તેમના ઘરની છત ઉપરના દરવાજાની સ્ટોપર તોડીને અજાણ્યા ચોર ઇસમો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રાખેલા લાકડાના કબાટમાંથી સાંકડા નંગ-૨ વજન આશરે ૩૧૮ ગ્રામ, ઝાંઝરી નંગ-૨ વજન આશરે ૧૧૯ ગ્રામ, પુરુષના હાથમાં પહેરવાની લક્કી વજન આશરે ૧૦૫ ગ્રામ એમ કુલ મળીને ૫૪૨ ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા ૨૨ હજાર તેમજ સ્ત્રીઓને કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી નંગ-૧ તેમજ નખલી નંગ-૩ વજન આશરે ૪.૯૫૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૮ હજાર એમ કુલ રૂપિયા ૪૦ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીનાઓની ચોરી થઇ હતી. જેથી માળીયા ફાટકેથી પકડાયેલા ઇસમોએ આપેલ કેફીયત બાદ ગઈકાલે મગનભાઈ ઘોઘાભાઈ કોળીએ સીટી બી ડીવીજન પોલીસ મથક ખાતે જુસૂ ઉર્ફે જુસો દાકમ ભટ્ટી રહે.૧-કુલીનગર વીશીપરા મોરબી તેમજ સાહીલ અલ્યાસ કટીયા રહે.વીશીપરા સામે નામ જોગ ફરિયાદ નોંધાવી હતી.તેની તપાસ બી ડિવિઝન પીએસઆઈ એમ.પી.સોનારા ચલાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના માળિયા ફાટક પાસેથી ૨૯ મોબાઇલો અને સોના-ચાંદીના દાગીનાઓ સાથે પકડાયેલા અલ્યાસ, ગોપાલ અને જુસબ પાસેથી ઉપરોક્ત સોના-ચાંદીના ઘરેણાં પણ મળી આવ્યા છે માટે તે ગુનામાં પણ હવે તેઓને રાઉન્ડઅપ કરવામાં આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”