મોરબી કોર્ટે ચેક રિટર્નન કેસમાં આરોપીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા કર્યો આદેશ
SHARE
મોરબી કોર્ટે ચેક રિટર્નન કેસમાં આરોપીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા કર્યો આદેશ
મોરબીના સરકારી કર્મચારી સાથે મિત્રતા કરીને તેની પાસેથી ધંધા માટે ૫૦ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેની સામે આપેલ ચેક બેન્કમાં નાખવામાં આવતા ચેક રિટર્ન થયો હતો જેથી કરીને તેની સામે કેસ કરવામાં આવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે
મોરબી રહેતા અને એસ.ટી.માં ફરજ બજાવતા ભરતસિંહ ગુલાબસિંહ જાડેજાને રાજકોટ ડીવીઝનમાં અવાર નવાર આવવાનું થતું હોવાથી ડીવીઝન ઓફીસ બહાર ચાની લારીએ ચા વાળાના સંપર્કમાં હતા અને તેઓના સંબંધી અને રાજકોટ ભોમેશ્વર પાસે રહેતા આરોપી હમીરભાઈ રાણાભાઈ સીયાણીયા સાથે મીત્રતાનો સંબંધ હતો જેથી કરીને તેને ધંધા નાતે રૂપિયા ૫0,000 ની મોરબી આવીને માંગણી કરી હતી અને જરૂર પડતા તાત્કાલીક વ્યવસ્થા પણ કરી આપીશ તેવી બાંહેધરી આપી હતી અને આરોપીએ ફરીયાદીના નામનો ચેક આપેલ હતો જે ચેક બેન્કમાં નાખતા રૂપિયા મળેલ નહી જેથી તેઓના વકીલ હરદેવસિંહ એચ. જાડેજા થકી લીગલ નોટીસ આપેલ હતી તો પણ રૂપિયા આપેલ નહી જેથી સમય મર્યાદામાં કેસ દાખલ કરી કેશ ચાલતા પુરાવાના આધારે તેમજ વકીલની ધારદાર દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને કસુરવાર ગણી રૂપિયા ચુકવવા હુકમ કરેલ છે તેમજ ખર્ચના રૂપિયા ૨,૫00 તથા તાલુકા લીગલ સર્વિસ ઓથોરીટને રૂપિયા ૨,૫00 તેમજ દાખલ તારીખથી મુળ રકમ ઉપ૨ ૭ % વ્યાજ સહીતની રકમ ચૂકવવા માટે તેમજ ઉઠતી કોર્ટની સજાનો હુકમ કરેલ છે તેવું ફરીયાદીના વકીલ હરદેવસિંહ જાડેજાએ કહ્યું છે