વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ તેમજ સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત એકસકલુસીવ બ્રેકિંગ: રાજકોટની યુવતીની હત્યા કરી શરીરના કટકા કોથળામાં ભરીને તાંત્રિક નવલસિંહ ચાવડા વાંકાનેર નજીક દાટી ગયેલ તેને પોલીસે આજે ખોદીને કાઢ્યા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ, ૧૨ ડિસેમ્બરે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખે કોરોનામાં અવસાન પામેલા યુવાનના પરિવારને જન્મદિને લીધે દત્તક


SHARE











મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખે કોરોનામાં અવસાન પામેલા યુવાનના પરિવારને જન્મદિને લીધે દત્તક

મોરબી જિલ્લા ભાજપ માજી પ્રમુખ રાધવજીભાઈ ગડારાએ ઉચ્ચ અભ્યાસ કરતી દીકરીના અભ્યાસ સહીત તમામ ખર્ચ, તેમજ નિરાધાર પરિવારના આજીવન જીવન નિર્વાહના તમામ ખર્ચની જવાબદારી ઉઠાવવા સાથે પરિવાર દત્તક લઈ સમાજને એક ઉત્તમ પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

મોરબી પાટીદાર સમાજના અગ્રણી, પ્રથમ હરોળના ઉધોગપતિ અને સન્માનીય રાજકીય આગેવાન અનેક સામાજીક, સેવાકાર્યો માટે જાણીતા મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ જીવરાજભાઈ ગડારાનો જન્મદિન હતો ત્યારે તેમણે ટંકારાના આર્ય સમાજ ખાતે વિધિવત્ રીતે પુજા અર્ચના કર્યું હતું અને એક નિરાધાર પરિવારને આજીવન દત્તક લઈ સમાજને એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે આ તકે રઘવજીભાઈ ગડારાએ જણાવ્યુ હતું કે, મને ટંકારા આર્યસમાજના એક સેવક દ્વારા ટંકારાના એક સાવ નિરાધાર ખુબ મદદની જરૂર હોય તેવા એક પાટીદાર પરિવાર વિશે જાણ કરવામાં આવી હતી આ પરિવારના ૪૫ વર્ષના યુવાનનું કોરોનાના લીધે મોત નીપજયું હતું અને તેના થકી જ પરિવારનું ગુજરાન ચાલતું હતું જો કે, યુવાનના અકાળે અવસાનથી વૃધ્ધ માતા, પત્ની અને લોક ફાળાથી ફાર્મસીના પ્રથમ વર્ષમાં એડમિશન લેનાર તેજસ્વી દીકરી  કલ્પાંત કરતા હતા અને દીકરીને આગળનો  અભ્યાસ અને પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તે વિકટ પ્રશ્ન આવ્યો હતો ત્યારે દીકરીના ઉચ્ચ અભ્યાસની વાતજ ક્યાં રહી !!

આ વાત સાંભળી રાઘવજીભાઈએ મનોમન આ પરિવારની ઉચ્ચ અભ્યાસ કરતી દીકરીને જ્યાં સુધી અભ્યાસ કરવો હોય ત્યાં સુધી તેના અભ્યાસ સાથેનો અન્ય રહેવા જમવા સહિતનો આર્થિક ખર્ચ તેમજ પરિવારના ગુજરાનનો ખર્ચ ઉપાડવા સાથે આ પરિવાર મારે દત્તક લેવો તેવો વિચાર કર્યો હતો અને મારા આ વિચારને મારા પત્નિ સહીત પરિવારે હોંસે હોંસે વધાવી લીધો હતો અને તેઓના જન્મદિવસે ટંકારાના આર્યસમાજ મંદિરે જ મને પરિવારનો પરિચય કરાવનાર સેવક દ્વારા પૂજન અર્ચનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પૂજના બાદ આ પરિવારને આજીવન માટે દત્તક લીધેલ છે આજે આપણી આજુબાજુ અનેકલોકો સંપૂર્ણ નીઃસહાય જોવા મળતા હોય છે. તો અને બેબસ લાચાર બની અનેક રીતે પીડા અનુભવતા હોય છે તેવા લોકોને આપણાથી બનતી યથા શકતી મદદ કરી એક બીજાનો શકય તેટલો સધિયારો બનવા પ્રયાસ કરવો જોઇએ આપણે જો કોઈના આંશુ  લુંછવા માટે નિમિત્ત બની શકીએ તો એનાથી મોટો કોઈ ધર્મ ના હોઈ શકે!!




Latest News