મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી કોર્ટે ચેક રિટર્નન કેસમાં આરોપીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા કર્યો આદેશ


SHARE











મોરબી કોર્ટે ચેક રિટર્નકેસમાં આરોપીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા કર્યો આદેશ

મોરબીના સરકારી કર્મચારી સાથે મિત્રતા કરીને તેની પાસેથી ધંધા માટે ૫૦ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેની સામે આપેલ ચેક બેન્કમાં નાખવામાં આવતા  ચેક રિટર્ન થયો હતો જેથી કરીને તેની સામે કેસ કરવામાં આવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે


મોરબી રહેતા અને એસ.ટી.માં ફરજ બજાવતા ભરતસિંહ ગુલાબસિંહ જાડેજાને રાજકોટ ડીવીઝનમાં અવાર નવાર આવવાનું થતું હોવાથી ડીવીઝન ઓફીસ બહાર ચાની લારીએ ચા વાળાના સંપર્કમાં હતા અને તેઓના સંબંધી અને રાજકોટ ભોમેશ્વર પાસે રહેતા આરોપી હમીરભાઈ રાણાભાઈ સીયાણીયા સાથે મીત્રતાનો સંબંધ હતો જેથી કરીને તેને ધંધા નાતે રૂપિયા ૫0,000 ની મોરબી આવીને માંગણી કરી હતી અને જરૂર પડતા તાત્કાલીક વ્યવસ્થા પણ કરી આપીશ તેવી બાંહેધરી આપી હતી અને આરોપીએ ફરીયાદીના નામનો ચેક આપેલ હતો જે ચેક બેન્કમાં નાખતા રૂપિયા મળેલ નહી જેથી તેઓના વકીલ હરદેવસિંહ એચ. જાડેજા થકી લીગલ નોટીસ આપેલ હતી તો પણ રૂપિયા આપેલ નહી જેથી સમય મર્યાદામાં કેસ દાખલ કરી કેશ ચાલતા પુરાવાના આધારે તેમજ વકીલની ધારદાર દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને કસુરવાર ગણી રૂપિયા ચુકવવા હુકમ કરેલ છે તેમજ ખર્ચના રૂપિયા ૨,00 તથા તાલુકા લીગલ સર્વિસ ઓથોરીટને રૂપિયા ૨,00 તેમજ દાખલ તારીખથી મુળ રકમ ઉપ૨ ૭ % વ્યાજ સહીતની રકમ ચૂકવવા માટે તેમજ ઉઠતી કોર્ટની સજાનો હુકમ કરેલ છે તેવું ફરીયાદીના વકીલ હરદેવસિંહ જાડેજાએ કહ્યું છે






Latest News