મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખે કોરોનામાં અવસાન પામેલા યુવાનના પરિવારને જન્મદિને લીધે દત્તક
મોરબીમાં યોજાયેલ નિબંધ અને વાર્તા સ્પર્ધામાં વિજેતા બહેનોનું કરાયું સન્માન
SHARE
મોરબીમાં યોજાયેલ નિબંધ અને વાર્તા સ્પર્ધામાં વિજેતા બહેનોનું કરાયું સન્માન
મોરબી ગાયનેક એસોશિએશન અને આઈએમએ મોરબીના ડૉકટરો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિને “નિબંધ’ તથા ‘વાર્તા લેખન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનાર વિજેતાઓને શિલ્ડ તથા ઇનામ આપીને આજે આઇએમએ હૉલ ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા
મોરબી ગાયનેક એસોશિએશન અને મોરબી આઈએમએ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિને આયોજીત નિબંધ અને વાર્તા લેખન સ્પર્ધામાં ઘણી મહિલાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો આ નિબંધ સ્પર્ધામાં સ્ત્રી સશક્તિકરણ, પરિવાર તથા કારકિર્દી વચ્ચે ભિંસાતી સંતુલન રાખતી આજની આધુનિક નારી, સ્ત્રી સ્વતંત્રતા જરૂરિયાત તથા મર્યાદા, બેટી બચાવો, સ્ત્રી ભ્રુણ હત્યા સમાજ માટે કલંક, સંસ્કૃતિ સંરક્ષણમાં સ્ત્રીનું યોગદાન, આ ઉપરાંત વાર્તા લેખનમાં મહિલા કેન્દ્રિત ટુંકી વાર્તા કેજે ૪૦૦ શબ્દોની મર્યાદામાં ગુજરાતી ભાષામાં લખવાની હતી તેમાં બહેનોએ ભાગ લઈને કૃતિઓ મોકલવી હતી આ સ્પર્ધકોમાથી વિજેતા બનેલ મહિલાઓને આજે આઈએમએ હૉલ ખાતે સન્માનિત કરવામાં આવી હતી જેમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ દિપાલીને આડેસરા, દ્વિતીય ઘોડાસરા નીલમબેન અને તૃતીય નિકિતાબેન મુંડદિયા વિજેતા થાય છે અને બદ્રકિયા ભાવિષાબેન તેમજ લિખિયા મીનાબેનને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવેલ છે તો વાર્તા સ્પર્ધામાં પ્રથમ કાજલબેન ત્રિવેદી, દ્વિતીય શિશાંગિયા શીતલાબેન અને તૃતીય નિરાલી રૈયાણી વિજેતા બનેલ છે અને કસૂન્દ્રા ડીમ્પલ અને મહેશ્વરીબેન અંતાણીને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવેલ છે