મોરબી પાલિકાના ચેરમેનો માટે જિલ્લા ભાજપ પ્રમુખે આપેલ સૂચનાની પણ અવગણના !
SHARE
મોરબી પાલિકાના ચેરમેનો માટે જિલ્લા ભાજપ પ્રમુખે આપેલ સૂચનાની પણ અવગણના !
મોરબી નગરપાલિકાની જુદી-જુદી સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી છે ત્યએ બાદ હાલમાં જે અસંતોષની આગ સામે આવી છે જેને કંટ્રોલ કરવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે જો કે, સ્થાનિક આગેવાનોને રજૂઆત કરવામાં આવી હોવાની વાત સામે આવી છે જેથી કરીને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકાની સમિતિઓના ચેરમેનની વરણી કરતા પહેલા મોરબી શહેર ભાજપ સંગઠન તરફથી તેઓની પાસે નામની યાદી આવી હતી જેના આધારે તેમની સાથે ચર્ચા કરતાં ટૂંકમાં એટલુ જ કહ્યું હતું કે, “મોરબી નગરપાલિકાની અંદર ચૂંટાયેલા સભ્યોમાં વિસ્તાર અને જ્ઞાતિને બેલેન્સ કરીને કમિટીઓની અંદર ચેરમેનની વરણી કરવાની છે જોકે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મોરબી શહેર ભાજપ સંગઠનને જે સૂચના આપવામાં આવી હતી તેની પણ ક્યાંકને ક્યાંક અવગણના કરીને ઘણી બધી જ્ઞાતિ અને વિસ્તારને નજર અંદાજ કરીને ચેરમેનોની વરણી કરવામાં આવી છે તે હક્કિત છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”