મોરબી પાલિકાના ચેરમેનો માટે જિલ્લા ભાજપ પ્રમુખે આપેલ સૂચનાની પણ અવગણના !
મોરબીના પંચાસર રોડે યુવાન ઉપર છરી અને ધોકા વડે હુમલો કરનારા સાત શખ્સોની ધરપકડ
SHARE
મોરબીના પંચાસર રોડે યુવાન ઉપર છરી અને ધોકા વડે હુમલો કરનારા સાત શખ્સોની ધરપકડ
મોરબીના પંચાસર રોડ ઉપરથી પસાર થતા સતવારા યુવાને થોડા દિવસો પહેલા ૮ શ્ખ્સોએ છરી અને ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજાગ્રસ્ત યુવાને સરવાર લીધા બાદ આઠ સામે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી લીધી છે.
શહેરના પંચાસર રોડ ઉપર આવેલ મહાવીરનગરમાં રહેતા જયેશ મોતીભાઈ નકુમ (૨૨)ને થોડા દિવસો પહેલા રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં આઠેક શખ્સોએ ધોકા અને છરી વડે માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્તને સારવારમાં લઇ જવાયો હતો. આ બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકે જયેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તુલસી હસમુખ સંખેશરીયા, અભય હસમુખ સંખેશરીયા અને તેમની સાથેના છ અજાણ્યા ઇસમો એમ આઠેક શખ્સોએ એક દિવસ પહેલા તેની અને સાથે રહેલા સાહેદ દિલીપભાઈ સાથે બોલાચાલી તેમજ ઝઘડો થયો હતો જેમાં તે સામેલ હોવાની વાતનો રોષ રાખીને ધોકા અને છરી વડે હુમલોકરીને છાતી, માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ કરી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં તુલસી હસમુખ સંખેશરીયા (રાજનગર), અભય હસમુખ સંખેશરીયા (રાજનગર), આશિષ હેમંતભાઈ આદ્રોજા (શક્તિ ટાઉનશિપ, રવાપર રોડ), દિપક રામજીભાઇ વરાણીયા (ત્રાજપર ખારી), સંદીપભાઈ બાબુભાઇ પીપળીયા (નવલખી રોડ), કાનજી બાબુભાઈ સોલંકી (પંચાસર રોડ) અને રાજેશ સાવજીભાઇ પીપળીયા (નવલખી રોડ) વાળાની ધરપકડ કરેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”