માળીયાના જુના દેરાળામાં જાહેરમાં જુગાર રમતા ૬ જુગારી ૮૦૦૦ ની રોકડ સાથે પકડાયા
SHARE
માળીયાના જુના દેરાળામાં જાહેરમાં જુગાર રમતા ૬ જુગારી ૮૦૦૦ ની રોકડ સાથે પકડાયા
માળીયા તાલુકાના જુના દેરાળા ગામ બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ૬ શખ્સો જુગાર રમતા મળ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી આઠ હજાર રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે માળીયા તાલુકાના જુના દેરાળા ગામે બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાના બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા હીરજીભાઈ થોભણભાઇ વડાલીયા, રજાતખા બાવનજીભાઇ ખોરમ, જેન્તીભાઈ બાબુભાઇ થરેશા, ગુલાબખાન અબ્દુલખાન ખોરમ, રહીમભાઇ ઇસ્મતખા ખોરમ અને હુશેનખા જાફરખા ખોરમ જુગાર રમતા મળ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી આઠ હજાર રૂપિયાની રોકડ કબજે કરીને હાલમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા નારાયણભાઈ ચતુરભાઈ કણજારીયા નામનો ૪૦ વર્ષનો યુવાન વાડીએથી પરત બાઈક લઈને ઘરે આવતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ જતા સર્જાયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા નારાયણ કણઝારીયાને અહીંની આયુષ હોસ્પીટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના વાવડી રોડ મારુતિ સોસાયટીમાં રહેતો હિતેષ મહાદેવભાઈ સાણંદીયા નામનો ૪૦ વર્ષનો યુવાન બાઈકમાં બગથળા ગામ બાજુથી જતો હતો ત્યારે બગથળા નજીકનાં પુલ ઉપર તેના બાઇકની આડે કુતરૂ આડુ ઉતર્યુ હતું જેથી બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત થયેલા હિતેશ સાણંદીયાને મારૂતિ હોસ્પિટલ ખાતે સારવારમાં લવાયો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”