માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના પલાસ ગામે જુગારની રેડ થતાં જુગારીઓમાં નાસભાગ. ત્રણ પકડાયા, પાંચ નાસી ગયા !


SHARE















વાંકાનેરના પલાસ ગામે જુગારની રેડ થતાં જુગારીઓમાં નાસભાગ. ત્રણ પકડાયા, પાંચ નાસી ગયા !

વાંકાનેર તાલુકાના પલાસ ગામે મંદિરની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે તાલુકા પોલીસ દ્વારા જુગારની રેડ કરવા ગઇ હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને આઠમાંથી પાંચ જુગારીઓને પોલીસે જોઈને નાસી છૂટયા હતા જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને હાલમાં ૧૨૧૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે 

 બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પલાસ ગામે આવેલ મહાદેવ મંદિરની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા જુગારની રેડ કરી હતી ત્યારે સતિષભાઈ ગોરધનભાઈ કુણપરાવાલજીભાઈ ભનુભાઈ કુણપરા અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતેશભાઈ સતાભાઈ ગમારા જુગાર રમતા મળ્યા હતા માટે પોલીસે ૧૨૧૦૦ ની રોકડ કબજે કરી છે અને નાસી છૂટેલા જુગારીઓમાં મનુભાઈ બાબુભાઇ લાંબરીયાભગુભાઈ નથુભાઈ કુણપરાભરતભાઈ માધાભાઈ કુણપરામહેશભાઈ કુકાભાઈ લાંબરીયા અને મનસુખભાઈ ચોથાભાઈ છત્રોલિયાનો સમાવેશ થાય છે.આ જુગારીઓને પકડવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરે છે જોકે હાલમાં પોલીસે ૧૨૧૦૦ ની રોકડ કબજે કરી છે 

મારામારીમાં ત્રણને ઇજા 

મોરબીના લીલાપર ગામે રહેતા સંજય જગજીવન થરેસા (૩૨)જયાબેન જગજીવનભાઈ થરેસા (૫૪) અને સોનલબેન રણજીતભાઈ દેગામા (૨૮) ને ગામમાં બનેલા મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં અહીંની સિવિલ હોસ્પિટલે લવાયા હતા.જ્યારે મોરબીના રવાપર ગામ પાસે આવેલા બોનીપાર્ક વિસ્તારમાં નંદિની એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષિદાબેન હિમાંશુભાઈ વિઠલાપરા નામની ૨૮ વર્ષીય મહિલાએ કોઈ અજાણી દવાની વધુ પડતી ગોળીઓ ખાઇ લેતાં તેણીને સારવારમાં મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. હર્ષિદાબેનનો લગ્નગાળો દોઢ વર્ષનો જ હોવાનું પણ જાણવા મળ્યું છે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News