વાંકાનેરના પલાસ ગામે જુગારની રેડ થતાં જુગારીઓમાં નાસભાગ. ત્રણ પકડાયા, પાંચ નાસી ગયા !
મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં અગાસી ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
SHARE
મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં અગાસી ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં મકાનની અગાસી પરથી નીચે પટકાતા યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને હેમરેજ થઈ જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા હરિકૃષ્ણભાઇ ઉર્ફે લાલો અશોકભાઈ સાપરિયા (ઉંમર ૩૪) નામના યુવાને મોરબી બી ડિવીઝન પોલીસને જાણ કરી હતી કે મોરબીના વાવડી રોડ ઉપર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટીમાં રહેતા રાજેશસિંહ રવિન્દ્રસિંહ રાણા (ઉંમર ૪૨) લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેણાંક મકાનની અગાસી પરથી નીચે પટકાયા હતા જેથી કરીને તેને માથામાં હેમરેજ થઈ જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસે નોંધ કરી ને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
હાર્ટ એટેકથી મોત
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મૂળ વાઘપર ગામના રહેવાસી અરવિંદભાઈ લક્ષમણભાઈ બાવરવા (૪૦) ને પોતાના ઘરે હાર્ટએટેક આવી જતાં તેના મૃતદેહને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”