ગુજરાતી પત્રકારત્વના દ્વિશતાબ્દી વર્ષનો પ્રારંભ:200 વર્ષના અનેક પડાવો
વાંકાનેરના આરોગ્યનગરમાં નવોઢાએ ફિનાઇલ પી લેતા સારવારમાં
SHARE
વાંકાનેરના આરોગ્યનગરમાં નવોઢાએ ફિનાઇલ પી લેતા સારવારમાં
વાંકાનેરમાં ૨૫ દિવસ પહેલાં લગ્ન થયેલ નવોઢાએલ શહેરના આરોગ્ય નગર વિસ્તારની અંદર પોતાના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ પી લેતાં તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને પરિણીતાના સસરાએ પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર શહેરના આરોગ્ય નગર વિસ્તારની અંદર શેરી નં-૯ માં રહેતા નિમિષભાઇ કાંજીયાના ૨૫ દિવસ પહેલા કાજલબેન (૨૧) સાથે લગ્ન થયા હતા અને કાજલબેને પોતાના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેના સસરા ભરતભાઈએ તેને હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને બનાવની જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને પરિણીતાના લગ્ન ગાળો ૨૫ દિવસ હોવાથી નાયબ પોલીસ અધિક્ષકને જાણ કરવામાં આવી છે અને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”