મોરબી જિલ્લામાં બાયો ડિઝલનો વેપલો બંધ કરવા તંત્રને અલ્ટીમેટમ
SHARE
મોરબી જિલ્લામાં બાયો ડિઝલનો વેપલો બંધ કરવા તંત્રને અલ્ટીમેટમ
મોરબી જીલ્લામાં બાયોડિઝલના ઘણા પંપ ધમધમી રહ્યા છે ત્યારે બાયોડિઝલ બનાવતા કારખાનાના સરનામાં સાથે ભગતસિંહ ક્રાંતિ દળે હાલમાં કલેક્ટર અને એસપીને રજૂઆત કરી છે ત્યારે તંત્ર વાહકો પાગલ લેશે કે કેમ તે પ્રશ્ન છે
મોરબીમાં ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા કલેકટર અને એસપીને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, જિલ્લામાં બેફામ બાયોડિઝલ બનાવવાનું અને વેચવાનું ચાલુ છે જેમ અનેક આગેવાન અને પોલીસની સંડોવણી હોવાની શક્યતા છે ત્યારે એક બાજુ બાયોડિઝલના વેચાણ પર સરકાર પ્રતિબંધ લગાવેલ છે બીજી બાજુ જીલ્લામાં ખુલ્લેઆમ જિલ્લામાં બાયોડિઝલનું વેચાણ થઈ રહ્યું છે મોરબી જિલ્લામાં આશરે ૧૦૦ થી વધુ બાયોડિઝલના પંપ ચાલુ છે અને આ બાયોડિઝલનું વેચાણ ગેરકાયદે કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં વાંકાનેરથી લઈને માળિયા હાઇવે ઉપર બાયોડિઝલના ગેરકાયદે અનેક પંપ છે. અને આ બાયોડિઝલ મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલ બે ડેલામાં તેમજ વાવડી રોડ અને પંચાસર રોડ વચ્ચે આવેલ ડેલામાં બનાવવામાં આવે છે. ત્યાર બાદ પંપ મારફતે તેનું વેચાણ કરવામાં આવે છે. ત્યારે જો આઠ દિવસમાં બાયોડિઝલનું વેચાણ બંધ કરાવવામાં નહિ આવે તો ભગતસિંહ ક્રાંતિ દળના ૬૦૦ થી વધુ યુવાનો ભગતસિંહના માર્ગે વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”