મોરબી જિલ્લામાં બાયો ડિઝલનો વેપલો બંધ કરવા તંત્રને અલ્ટીમેટમ
હળવદનાં કડિયાણા ગામે ઘરમાથી ૪૦ હજારના દાગીનાની ચોરી
SHARE
હળવદનાં કડિયાણા ગામે ઘરમાથી ૪૦ હજારના દાગીનાની ચોરી
મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં કડિયાણા ગામે ચોરીની ઘટના બની છે અને તસ્કરો રહેણાક મકાનમાં પાછળની બારી તોડીને ઘરમાં પ્રવેશતા હતા અને ઘરમાં સમાન વેરવિખેર કરીને તસ્કરો ઘરમાથી સોના ચાંદીના દાગીના સહિત કુલ ૪૦ હજારનો મુદામાલ ચોરી કરીને લઈ ગયા છે
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ચોરીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે ત્યારે હળવદ તાલુકાનાં કડિયાણા ગામે તસ્કરો ત્રાટકીય હતા અને રણજીતભાઈ હરખાભાઇ વઢરકીયાના મકાનમાં ચોરી કરવામાં આવી છે અને તસ્કરો મકાનમાં પાછળની બારી તોડીને ઘરમાં પ્રવેશતા હતા ત્યાર બાદ ઘરમાં સમાન વેરવિખેર કરીને ઘરમાથી સોના ચાંદીના દાગીના સહિત ૪૦ હજારના માલની ચોરી કરીને લઈ ગયા છે જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે જઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”