વાંકાનેર ભાટીયા સોસાયટી પાસે ગંદાપાણીનો યોગ્ય નિકાલ ન થાય તો ચક્કાજામ: સ્થાનિક લોકોની ચિમકી
SHARE
વાંકાનેર ભાટીયા સોસાયટી પાસે ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થાય તો ચક્કાજામ: સ્થાનિક લોકોની ચિમકી
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરની ભાટીયા સોસાયટીનાં પ્રવેશદ્વાર સમા માર્ગ પર જ ગંદા પાણીના પ્રશ્ન મુદ્દે વ્યાપક રોષ ફેલાયો છે અને તંત્રને દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો નિરાકરણ નહીં થાય તો હાઈવે ચક્કાજામની લતાવાસીઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે.
વાંકાનેરમાં તંત્ર એટલી હદે નિભર બની ગયું છે કે ગંદા પાણીના નિકાલ જેવા સામાન્ય પ્રશ્ને પણ લોકોને આંદોલનો કરવા પડે ! ત્યારે ચંદ્રપૂર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ભાટીયા સોસાયટીમાં હજારોની વસ્તી છે આ સોસાયટીનાં પ્રવેશ દ્વાર સમા નેશનલ હાઈવે સર્વિસ રોડનાં નાલામાં દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને વર્ષોથી આ સમસ્યાનું નિરાકરણ કરાતું નથી
ત્યારે હાલ પણ નેશનલ હાઈવેની બન્ને તરફનાં સર્વીસ રોડ પર ગંદા પાણીના તળાવ ભરાયા છે ત્યારે હજારો લોકોની હાલાકી થઈ રહી છે ત્યારે વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જો દસ દિવસમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં કરાય તો ભાટીયા સોસાયટીનાં રહેવાસીઓ દ્વારા નેશનલ હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી આપવામાં આવી છે અને તંત્રને દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે, ત્યારે આવા સામાન્ય પ્રશ્ને પણ લોકોને આંદોલન કરવા પડે તેટલી હદે નિંભર બની ગયેલ તંત્ર હવે જાગે તે અનિવાર્ય છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”