વાંકાનેર ભાટીયા સોસાયટી પાસે ગંદાપાણીનો યોગ્ય નિકાલ ન થાય તો ચક્કાજામ: સ્થાનિક લોકોની ચિમકી
હળવદ પંથકમાં સ્કૂલ અને મોબાઇલની દુકાનમાંથી ચોરી કરવામાં આવેલ ૧.૮૨ લાખના મુદામાલ સાથે બે શખ્સ ઝડપાયા
SHARE
હળવદ પંથકમાં સ્કૂલ અને મોબાઇલની દુકાનમાંથી ચોરી કરવામાં આવેલ ૧.૮૨ લાખના મુદામાલ સાથે બે શખ્સ ઝડપાયા
હળવદ પંથકમાં સ્કૂલ અને દુકાનમાંથી થયેલ મોબાઇલ, ટીવી ચોરીના ગુનાનો ભેદ એલસીબીની ટીમ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે અને ટીવી, સ્પીકર નંગ -૨ જેની કિંમત ૧૯૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૧૯ કિંમત ૧,૬૩,૭૦૦ આમ કુલ મળી .૧,૮૨,૭૦૦ ના મુદામાલ સાથે બે આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે
મોરબી એલસીબીની પીઆઇ વી.બી.જાડેજાની સુચના મુજબ પીએસઆઇ એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો ઉપરોકત કામ કરતા હતા ત્યારે સંજયભાઇ પટેલ, ચંદુભાઇ કાણોતરા અને દશરથસિંહ પરમારને મળેલ હકિકત આધારે હળવદની મોરબી ચોકડીથી હળવદ ભવાનીનગર લાંબીદેરી વિસ્તારમાં રહેતા બે ઇસમો કે જે ચરાડવા કે.ટી.મીલની સ્કૂલની ઓફીસના તાળા તોડી ટીવી, સ્પીકર, મોનીટરની તથા હળવદ ટાઉનમાંથી મોબાઇલ ફોનની દુકાન તોડી મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી જે ટીવી તથા મોબાઇલ ફોન અમુક ઇસમો મોરબી બાજુ વેચવા કે સગેવગે કરવા માટે જનાર છે તેવી ચોક્કસ હકિકત મળી હતી જેથી તેને રોકી તેઓની જરૂરી પુછપરછ કરી હતી તેઓએ તથા તેમના સાથીદારોએ મળી ચરાડવા કે.ટી.મીલની સ્કૂલ તથા હળવદ ગીની ગેસ્ટ હાઉસ સામે " મોગલ મોબાઇલ ફોન "ની દુકાન માં મોબાઇલ ફોન , ટીવી , મોનીટર , સ્પીકરની ચોરી કરેલની કબુલાત આપેલ છે
જેથી પકડાયેલ બન્ને ઇસમો પાસેથી ટીવી, સ્પીકર તથા અલગ અલગ કંપનીના નવા ૧૯ મોબાઇલ ફોન આમ કુલ મળી ૧,૮૨,૭૦૦ ના મુદામાલ સાથે ગગજી જીવરાજ લક્ષ્મણભાઇ કુંઢીયા જાતે દેવીપુજક રહે હળવદ, ભવાનીનગર , લાંબીદેરી વિસ્તાર અને મહેશ ઉર્ફે મુકેશ ધનજીભાઇ વાજેલીયા દેવીપુજક રહે. મુળ આદિપુર હાલ રહે. હળવદ , ભવાનીનગર , લાંબીદેરી વિસ્તાર વાળાની ધરપકડ કરેલ છે અને બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે આરોપી સોપી આપેલ છે છેલ્લા બે માસમાં બનેલ બે અલગ અલગ સ્કૂલ અને મોબાઇલ ફોનની દુકાનમાંથી થયેલ ચોરીના ભેદ ઉકેલી મુદામાલ રીકવર કરલે છે અને આ ગુનામા મહેશ રાજુભાઇ ડઢાણીયા ( વઢીયારા દેવીપુજક ) રહે હળવદ , ભવાનીનગર લાંબીદેરીા વાળાને પકડવાનો બાકી છે
આ ગુનામાં પકડાયેલ બન્ને આરોપીઓ ભંગાર વીણવાનું કામ કરતા હોય મોકો મળે બંધ સ્કૂલ કે દુકાનના તાળા શટર તોડી ઇલેકટ્રોનીક વસ્તુ, મોબાઇલફોન તથા વાડી વિસ્તારમાંથી ભંગાર તથા કેબલ વાયર ચોરી કરવાની ટેવ વાળા છે આ કામગીરી પીઆઇની સુચના મુજબ પીએસઆઇ એન.બી.ડાભી અને એ.ડી.જાડેજા તથા ચંદુભાઇ કાણોતરા, સંજયભાઇ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, જયવંતસિંહ ગોહીલ, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, ફુલીબેન તરાર, સંજયભાઇ પટેલ, રજનીકાંત કૈલા, કૌશીકભાઇ મારવણીયા, ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મીયાત્રા, નિરવભાઇ મકવાણા, નિર્મળસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, બ્રીજેશભાઇ કાસુંદ્રા, વિક્રમભાઇ કુગશીયા, સતીષભાઇ કાંજીયા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”