મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર ભાટીયા સોસાયટી પાસે ગંદાપાણીનો યોગ્ય નિકાલ ન થાય તો ચક્કાજામ: સ્થાનિક લોકોની ચિમકી


SHARE











વાંકાનેર ભાટીયા સોસાયટી પાસે ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થાય તો ચક્કાજામ: સ્થાનિક લોકોની ચિમકી

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરની ભાટીયા સોસાયટીનાં પ્રવેશદ્વાર સમા માર્ગ પર જ ગંદા પાણીના પ્રશ્ન મુદ્દે વ્યાપક રોષ ફેલાયો છે અને તંત્રને દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો નિરાકરણ નહીં થાય તો હાઈવે ચક્કાજામની લતાવાસીઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે.

વાંકાનેરમાં તંત્ર એટલી હદે નિભર બની ગયું છે કે ગંદા પાણીના નિકાલ જેવા સામાન્ય પ્રશ્ને પણ લોકોને આંદોલનો કરવા પડે ! ત્યારે ચંદ્રપૂર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ભાટીયા સોસાયટીમાં હજારોની વસ્તી છે આ સોસાયટીનાં પ્રવેશ દ્વાર સમા નેશનલ હાઈવે સર્વિસ રોડનાં નાલામાં દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને વર્ષોથી આ સમસ્યાનું નિરાકરણ કરાતું નથી

ત્યારે હાલ પણ નેશનલ હાઈવેની બન્ને તરફનાં સર્વીસ રોડ પર ગંદા પાણીના તળાવ ભરાયા છે ત્યારે હજારો લોકોની હાલાકી થઈ રહી છે ત્યારે વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જો દસ દિવસમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં કરાય તો ભાટીયા સોસાયટીનાં રહેવાસીઓ દ્વારા નેશનલ હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી આપવામાં આવી છે અને તંત્રને દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે, ત્યારે આવા સામાન્ય પ્રશ્ને પણ લોકોને આંદોલન કરવા પડે તેટલી હદે નિંભર બની ગયેલ તંત્ર હવે જાગે તે અનિવાર્ય છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News