મોરબી જિલ્લામાં ૨.૦૪ લાખ ઘરમાં સર્વે કરતાં શંકાસ્પદ તાવ ૩૬૩૪ કેસ સામે આવ્યા !
મોરબીમાં ઈન્ડીયન મેડીકલ એસો. દ્વારા હૉલ ખાતે ડોક્ટરો માટે ટ્રેનિંગ સેમિનાર યોજાયો
SHARE
મોરબીમાં ઈન્ડીયન મેડીકલ એસો. દ્વારા હૉલ ખાતે ડોક્ટરો માટે ટ્રેનિંગ સેમિનાર યોજાયો
દેશભરમાં ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં ઈન્ડીયન મેડીકલ એસો. દ્વારા ડોક્ટરસ ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને રવાપર રોડે આવેલ આઇએમએ હૉલ ખાતે સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીકના જાણીતા ડર્મેટોલોજીસ્ટ ડો. જયેશ સનારીયા દ્વારા “સફળ અને સારી રીતે ક્લિનિક કઈ રીતે ચલાવવું?” વિષય પર ડોક્ટરસ ડે ના દિવસે માર્ગદર્શન આપવામા આવ્યુ હતું
હરહંમેશ નવતર અભિગમો માટે સમગ્ર ગુજરાત મા ખ્યાતનામ મોરબી આઈ.એમ.એ. બ્રાંચ દ્વારા મોરબીની હોસ્પીટલના ડોક્ટરો માટે ટ્રેનિંગ સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ સેમિનારમા મોરબીની સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીક વાળા ડો. જયેશ ભાઈ સનારીયા દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. જે અંતર્ગત દર્દીઓ સાથે કઈ રીતે વર્તન કરવુ, તેને કઈ રીતે મહતમ સુવિધાઓ પુરી પાડી સારવાર કરવી, દર્દીના સગાઓ સાથે કઈ રીતે વ્યવહાર કરવો, તે ઉપરાંત દર્દી ની સારવાર દરમિયાન કઈ બાબતોની કાળજી રાખવી, સારવાર પૂર્ણ થયા બાદ દર્દીઓનો સમયાંતરે સંપર્ક કરી તેને આરોગ્ય વિષયક માર્ગદર્શન પુરુ પાડવુ, સ્ટાફ દ્વારા કાર્યસંતોષ કઈ રીતે વધારવો, માનવ શક્તિ આયોજન તથા સંચાલન,સ્ટાફને તાલીમ કઈ રીતે આપવી?, બઢતી, પગાર વૃધ્ધિ વગેરે કાર્યલક્ષી બાબતો પર સરળ શૈલી મા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.
જેમા મોરબીની વિવિધ હોસ્પીટલમાંથી બહોળી સંખ્યામાં અલગ-અલગ બ્રાન્ચના નિષ્ણાંત તબિબો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારને સફળ બનાવવા મોરબી આઈ.એમ.એ. બ્રાંચના પ્રમુખ ડો. વિજય ગઢીયા, સેક્રેટરી ડો. દીપક અઘારાએ જહેમત ઉઠાવી હતી. અને કોરોના રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ ફાર્મા કંપનીના એરિયા સેલ્સ મેનેજર અમિતભાઇ મહેતાનૉ સહયોગથી આ સેમિનાર સફળ રહ્યો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”