મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૨.૦૪ લાખ ઘરમાં સર્વે કરતાં શંકાસ્પદ તાવ ૩૬૩૪ કેસ સામે આવ્યા !


SHARE













મોરબી જિલ્લામાં ૨.૦૪ લાખ ઘરમાં સર્વે કરતાં શંકાસ્પદ તાવ ૩૬૩૪ કેસ સામે આવ્યા !

દર વર્ષે જુન માસને સરકાર દ્વારા મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે આવી જ રીતે મોરબી જીલ્લામાં જૂન માસમાં ૨,૦૪,૨૩૩ ઘરમાં સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે શંકાસ્પદ તાવ ૩૬૩૪ કેસ સામે આવ્યા છે અને મેલેરિયા પોઝીટીવ ૧ કેસ સામે આવેલ છે તેવું મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારીએ જણાવ્યુ છે

મોરબી જિલ્લામાં પણ જીલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવની સુચના મુજબ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરાના માર્ગદર્શન હેઠળ જીલ્લા મેલેરિયા અધિકારી ડો. સી.એલ. વારેવડીયાના આયોજન અનુસાર ઉજવણી કરવામાં આવી હતી અને જીલ્લામાં પખવાડીક ધોરણે સર્વેલન્સ કરવામાં આવેલ છે જુન ૨૦૨૧ માસ દરમ્યાન સર્વેલન્સના બે રાઉન્ડનું આયોજન કરેલ હતું, આ સર્વેલન્સ માટે ૨૨૪ પુરુષ આરોગ્ય કાર્યકર, ૨૨૯ સ્ત્રી આરોગ્ય કાર્યકર, ૮૬૨ આશા બહેનો, ૩૩ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝરો, ૨ મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝર મળી જીલ્લાના કુલ ૧૩૫૦ કર્મચારીઓ અને આશા બહેનોને આ કામગીરી સોંપેલ હતી અને ૬૭૫ ટીમોની રચના કરેલ હતી .તેમજ અન્ય સુપરવાઈઝર તથા મેડીકલ ઓફિસરઓ અને જિલ્લાનાં અધિકારીઓને આ કામગીરીનું સુપર વાઈઝન સોપેલ હતું.

આ જુન માસ દરમ્યાન જીલ્લાના તમામ ઘરોમાં મેલેરિયા સઘન સર્વેલન્સ તેમજ ઘરની અંદરના ઘર વપરાશના ભરેલા પાણીના પાત્રોમાં એબેટનું દ્રાવણ નાખી મચ્છર ઉત્પતી અટકાવવાની પ્રવુંતિઓ, તેમજ શંકાસ્પદ મેલેરિયા ચિહ્નો ધરાવતા વ્યક્તિઓના લોહીના નમુના લઇ લેબોરેટરી પરીક્ષણ, ઉપરાંત આગામી ચોમાસાને અનુલક્ષીને ઘરની અગાસી કે ફળિયામાં પડેલ જુના કાટમાળ અને નકામી વસ્તુમાં કે જ્યાં પાણી ભરાય તેમ હોય તેમનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી ઉપરાંત ગામની આજુબાજુના પાણીના જળાશયોમાં ગપ્પી અને ગંબુશિયા નામની માછલીઓ મુકવાની કામગીરી કરવામાં આવેલ છે

અત્યાર સુધીમાં ૨,૦૪,૨૩૩ ઘરમાં ૧૦,૨૫,૫૪૩ વ્યક્તિઓનો સર્વે કરેલ છે અને ૭,૬૯,૫૦૮ સ્થાનોએ મચ્છર ઉત્પતિ જોવા મળ્યા છે ૨૨૮૬ ઘરમાં ૨૫૭૫ પત્રોમાં મચ્છરનાં પોરા જોવા મળેલ હતા જો કે, ૪,૦૫,૮૩૩ પત્રોમાં પોરાનાશક દવા નાખેલ છે અને ૬૯૭૦ મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરેલ છે અને આ સર્વે દરમ્યાન શંકાસ્પદ તાવ ૩૬૩૪ કેસ સામે આવ્યા છે અને મેલેરિયા પોઝીટીવ ૧ કેસ સામે આવેલ છે

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News