મોરબીના નાની વાવડીમાં ચૂકવી દીધેલ રૂપિયાની ઉઘરાણી કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી
હળવદના મયાપુર ગામે ઝેરી દવા પી પરિણીતાએ કર્યો આપઘાત
SHARE
હળવદના મયાપુર ગામે ઝેરી દવા પી પરિણીતાએ કર્યો આપઘાત
હળવદ તાલુકાના મયાપુર ગામે વાડીએ રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા એમપીના પરિવારની પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર આપવામાં આવી હતી જોકે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના વાંકાનેરી ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના મયાપુર ગામની સીમમાં નાનજીભાઈ શિવાભાઇ દલવાડીની રહેતા અને ખેતરોમાં મજૂરી કામ કરતા રૂપસિંહભાઇ બામણીયાના પત્ની રોમીલાબેન (૨૪)એ કોઈ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે તેનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની તેઓના પતિએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને હાલમાં આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક પરિણીતાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હોવાનું હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”