હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીની ખાખરેચી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકો માટે યોજાશે ગુરૂ ભાવવંદના કાર્યક્રમ


SHARE









મોરબીની ખાખરેચી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકો માટે યોજાશે ગુરૂ ભાવવંદના કાર્યક્રમ

પહેલી મેના ગુરૂજનોના સન્માન સાથે વીર સૈનિકોનું પણ કરાશે બહુમાન

સાર્વજનિક હાઈસ્કુલ ખાખરેચીના ભૂતપૂર્વ વિદ્યાર્થીગણ દ્વારા આગામી તા.1 મે ને રવિવારના રોજ સાર્વજનિક હાઈસ્કુલ ખાખરેચીના ભૂતપૂર્વ શિક્ષકોપ્રત્યે કુતજ્ઞતા અને ઋણ સ્વીકારની ભાવના વ્યકત કરવા ગુરૂભાવ વંદનાનો ભવ્ય કાર્યક્રમ મોરબી ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ખાખરેચી હાઈસ્કૂલના ભૂતપૂર્વ ગુરૂજનો જી.કે. રાઠોડ, સ્વ. એસ.એ. ગોસ્વામી, બી.જી.વડઘાસીયા, સી.એમ.વડસોલા, બી.કે. હુલાણી, વી.બી.પારજીયા, જે.એમ.ગોહિલ વિગેરેનું ભાવવંદના સહ સન્માન કરી સહ પરિવાર આર્શીવાદ મેળવાશે.

ગુરૂજનોના સન્માન સાથે સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂકેલા તેમજ હાલમાં ફરજ પરના વીર સૈનિકોનું પણ સન્માન કરી તેઓએ કરેલ રાષ્ટ્રસેવા અને પોતાના જીવનના સોનેરી સમયના ત્યાગ બલિદાન અને સમર્પણ ભાવ પ્રત્યે લાગણી વ્યકત કરાશે.કાર્યક્રમમાં હાઈસ્કુલમાં ભણી ગયેલા માણાબા, સુલતાનપુર, ચીખલી, વેણાસર, વેજલપર, કુંભારીયા, રોહીશાળા તેમજ ખાખરેચીના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહપરિવાર સામેલ થશે.કાર્યક્રમના રજિસ્ટ્રેશન તેમજ વિશેષ વિગત માટે મહેશભાઈ પારજીયા મો.નં. 9979752044 અને કાંતિલાલ માનસેતા મો.નં. 9904575474 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.




Latest News