માળીયા(મિ)ના ખાખરેચીમાં પતિ સાથે જમવા ન બેસતા પરિણીતાએ કર્યો આપઘાત
હળવદમાં કાકાએ કરેલી ફરિયાદનો ખાર રાખીને બે શ્ખ્સોએ ભત્રીજા સહિત બે વ્યક્તિને માર માર્યો
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1649740788.jpeg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
હળવદમાં કાકાએ કરેલી ફરિયાદનો ખાર રાખીને બે શ્ખ્સોએ ભત્રીજા સહિત બે વ્યક્તિને માર માર્યો
હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં યુવાનના કાકાએ કરેલી ફરિયાદ બાબતે તેમજ દસ લાખ રૂપિયા આપીને સમાધાન કરવા બે શ્ખ્સોએ કહ્યું હતું ત્યારે યુવાને સમાધાન કરવાની ના પાડતાં બંને શખ્સોએ તેને ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો તેમજ તેની સાથે રહેલા બીજા વ્યક્તિને પણ ગાળો આપીને મારવામાં આવ્યો હતો અને બંનેણે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદની સોનીવાડમાં રહેતા નિકુંજભાઈ રાજેશભાઈ શેઠ જાતે જૈન વાણીયા (૨૬) એ હાલમાં જનક પ્રભુભાઈ રબારી અને જયદીપ રબારી રહે. બંને બસ સ્ટેન્ડ પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તે લક્ષ્મી નારાયણ ચોકમાં મંદિર પાસે હતો ત્યારે બંને શખ્સોએ તેના કાકા હિતેશભાઈ હિંમતલાલે તે બંનેની સામે કરેલી ફરિયાદ બાબતે તથા રૂપિયા ૧૦ લાખ આપીને સમાધાન કરવાનું કહ્યું હતું ત્યારે ફરિયાદી યુવાને સમાધાન કરવાની ના પાડતાં આરોપી જનક રબારીએ ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો અને જયદીપએ ફરિયાદી નિકુંજભાઈ તેમજ તેની સાથે રહેલા ભાર્ગવભાઈને ગાળો બોલીને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા નિકુંજભાઈએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જનક રબારી અને જયદીપ રબારીની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)