મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બહેનને માર મારતા બનેવીને સમજાવવા માટે ગયેલા સાળા ઉપર બનેવીના ભાઈએ કર્યો છરી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ


SHARE













મોરબીમાં બહેનને માર મારતા બનેવીને સમજાવવા માટે ગયેલા સાળા ઉપર બનેવીના ભાઈએ કર્યો છરી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ

મોરબીમાં બહેન રિસામણે હોવાથી બનેવી સાથે સમાધાનની વાતચીત કરવા માટે ગયેલા સાળા અને તેના કૌટુંબિક ભાઇ ઉપર બનેવી તેમજ તેના ભાઈ સહિત ત્રણ શ્ખ્સોએ હૂલમો કર્યો હતો અને બનેવીના ભાઈએ યુવાન અને તેના કૌટુંબિક ભાઈને છરીના ઘા ઝીકયા હતા જેથી કરીને ઇજા પામેલા બંને વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં યુવાને તેના બનેવી સહિત કુલ મળીને ત્રણ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં શોભેશ્વર રોડ ઉપર રહેતા પટુભાઈ શાંતિલાલ કડેવાર જાતે દેવીપુજક (૨૩)એ હાલમાં તેના બનેવી ભુપતભાઈ નાગજીભાઈ, બનેવીના ભાઈ પપ્પી નાગજીભાઈ અને કમલેશ બાબુભાઈ કુંઢીયા રહે. બધા જ પાપાજી ફનવર્લ્ડ સામે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેના બહેનને બે દિવસ પહેલા તેના બનેવીએ માર માર્યો હતો જેથી કરીને સમાધાનની વાતચીત કરવા માટે પટુભાઈ કડેવાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ઉમિયા સર્કલ પાસે ગયા હતા ત્યારે બનાવીએ તેને ગાળો આપી હતી જેથી ફરિયાદી યુવાને ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાયેલા બનેવીના ભાઇ પપ્પી નાગજીભાઈએ તેની પાસે રહેલી છરી વડે પટુભાઈ કડેવારને માથાના ભાગે, સાથળના ભાગે અને થાપામાં ઇજાઓ કરી હતી તેમજ તેની સાથે રહેલા તેના કૌટુંબિક ભાઇ સાયર વિનોદભાઈને ડાબા પગે જાંઘ ઉપર અને ડાબી સાઇડના થાપા ઉપર છરી વડે ઈજા કરી હતી અને આરોપી કમલેશ બાબુભઈ કુંઢીયાએ ફરી અને તેના કૌટુંબીક ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં સારવાર લીધા બાદ પટુભાઈ શાંતિભાઈ કડેવારે તેના બનેવી ભુપત નાગજીભાઈ સહિત કુલ મળીને ત્રણ શખ્સોની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.








Latest News