મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો
Breaking news
Morbi Today

માળીયા(મિ)ના ખાખરેચીમાં પતિ સાથે જમવા ન બેસતા પરિણીતાએ કર્યો આપઘાત


SHARE













માળીયા(મિ)ના ખાખરેચીમાં પતિ સાથે જમવા ન બેસતા પરિણીતાએ કર્યો આપઘાત

માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે પતિ સાથે જમવા ન બેસતા પત્નીને લાગી આવ્યું હતું જેથી કરીને તેને પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ગૌતમભાઈ ઉર્ફે ગોપાલભાઈ નવઘણભાઈ કોળી (ઉંમર ૨૨) ના પત્ની તેજલબેન ગૌતમભાઈ કોળી (ઉંમર ૨૦) એ પોતાના જ ઘરની અંદર રૂમમાં પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક પરિણીતાના પતિ દરરોજ સાથે બેસીને જમતા હોય તેના પતિની તબિયત ખરાબ હોવાથી તે સાથે જમવા બેઠા ન હતા જેથી તેને ખોટું લાગી જતાં તેણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.








Latest News