મોરબીના લાયન્સનગરમાં રોડનું અધૂરું કામ પૂરું કરવાની માંગ
SHARE
મોરબીના લાયન્સનગરમાં રોડનું અધૂરું કામ પૂરું કરવાની માંગ
મોરબીમાં શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નં. ૧૧ માં આવતા લાયન્સનગર અને ગોકુલનગરનો મેઈન રોડ જી.ઈ.બી. કચેરી સુધી બનેલ છે અને આગળ રોડ બનાવવાનો બાકી છે. જેનું ખોદકામ કરવામાં આવ્યું છે જો કે, હજુ કામ શરૂ થયેલ નથી. જેથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. અને આગામી દિવસોમાં ચોમાસુ સક્રિય થાય તે પહેલા રોડનું કામ પૂરું કરવામાં આવે તેવી સ્થાનિક સામાજિક કાર્યકર અબ્દુલભાઇ એમ. બુખારીએ ચીફ ઓફિસરને રજુઆત કરી છે.