મોરબીમાં ઉચ્ચતર માધ્યમિકના પેપર પરીક્ષણના કેન્દ્રમાં ફેરફાર
SHARE
મોરબીમાં ઉચ્ચતર માધ્યમિકના પેપર પરીક્ષણના કેન્દ્રમાં ફેરફાર
ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર વીસી હાઈસ્કૂલ સ્કૂલ મોરબી તથા દોશી એમએસ અને ડાભી એનઆર હાઈસ્કૂલ મોરબી ખાતે પરીક્ષણ કેન્દ્રમાં ફેરફાર કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લાના શિક્ષણાધિકારીએ જણાવ્યુ છે કે, જુદાજુદા વિષયના બોર્ડના પેપરની ચકાસણીની કામગીરી હાલમાં ચાલી રહી છે ત્યારે થોડા ફેરફાર કરેલ છે જેમાં દોશી એમ એસ અને ડાભી એન આર હાઈસ્કૂલ મોરબીમાં નવા વિષયો અર્થશાસ્ત્ર કોડ નંબર ૦૨૨ તેમજ વાણિજ્ય વ્યવસ્થા કોડ નંબર ૦૪૬ અને વીસી હાઇસ્કુલ મોરબી ખાતે ઇંગ્લિશ (એસએલ)-૦૧૩, ગુજરાતી (એફએલ) -૦૦૧ અને સંસ્કૃત-૧૨૯ વિષયના પેપરો જોવામાં આવશે તો તે મુજબ જે તે તારીખે જે તે શિક્ષકોએ ફેરફાર વાળા વિષય અને સ્થળ પર હાજર રહેવાનું રહેશે.