મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબી  તાલુકા હેલ્થ મેળાના આયોજન અંગે રાજ્ય સ્તરની વીડિયો કોન્ફરન્સ યોજાઇ


SHARE













મોરબી  તાલુકા હેલ્થ મેળાના આયોજન અંગે રાજ્ય સ્તરની વીડિયો કોન્ફરન્સ યોજાઇ
જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવની વિશેષ ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગોના અધિકારીઓને માર્ગદર્શન અપાયું

કમિશનર આરોગ્ય અને તબીબી સેવાઓ તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગ દ્વારા બ્લોક હેલ્થ મેળા ૧૬મી એ આવનાર હેલ્થ એન્ડ વેલનેસ ડે (ટેલી મેડિસીન), PM-JAY યોજના અંગે અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી.આ વીડિયો કોન્ફરન્સમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ અને અધિક કલેક્ટર એન.કે. મુછારની વિશેષ ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ જોડાયા હતા.

આગામી સમયમાં યોજાનાર તાલુકા કક્ષાના આરોગ્ય મેળા અંગે આરોગ્ય કમિશનર શાહમીના હુસેન દ્વારા વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરી અંગે માર્ગદર્શન આપી રાજ્યની પ્રજાને કોઇપણ તકલીફ વગર આરોગ્યની તમામ સુવિધાઓ મળી રહે તે પ્રકારે આયોજન કરવા તાકીદ કરી હતી. આ કામગીરીમાં આરોગ્ય વિભાગ, સંકલિત બાળ વિકાસ યોજના, શિક્ષણ વિભાગ, માહિતી વિભાગ સહિતના વિભાગોની કામગીરી અંગે પ્રકાશ પાડ્યો હતો. ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ દ્વારા આરોગ્ય મેળાની કામગીરી અંગે સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાને લઇ તમામ આયોજનો સુચારુ રીતે થાય તે અંગે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. તાલુકા કક્ષાના બ્લોક હેલ્થ મેળાનું આયોજન, કોરોનામાં અનાથ થયેલા બાળકોના મા કાર્ડ આપવા ટેલિકન્સલ્ટીંગથી, વીડિયો કોલીંગથી સારવારની સલાહ, માર્ગદર્શન અંગે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાએ ઉપસ્થિત અધિકારીઓને જાણકારી આપી હતી.આ ઉપરાંત તમામ વિભાગોને સંકલનમાં રહીને કામગીરી કરવા સુચનો કર્યા હતા.વીડીયો કોન્ફરન્સમાં આરોગ્ય સહિત તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.







Latest News