મોરબીમાં આધેડના પ્લોટ ઉપર કબ્જો કરી લેનારા બે સગાભાઈઓની ધરપકડ
SHARE









મોરબીમાં આધેડના પ્લોટ ઉપર કબ્જો કરી લેનારા બે સગાભાઈઓની ધરપકડ
મોરબીના માધાપર રેવન્યુ સર્વે નંબર ૧૨૭૫ ની જમીનમાં આધેડના પ્લોટ આવેલા છે તેમાં બે શખ્સો દ્વારા કુલ મળીને ૨૨૭.૫૪ ચો.મી. જમીનમાં ગેરકાયદે કબ્જો કરી લેવામાં આવેલ હતો જેથી આધેડે મોરબી સિટી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ ગુનામાં બે સગાભાઈઓની ધરપકડ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દર્પણ-૧ માં શિવમ પેલેસ બ્લોક નંબર ૨૦૨ માં રહેતા વિરજીભાઇ છગનભાઇ કુંડારીયા જાતે પટેલ (૫૩)એ હિરાલાલ માવજીભાઇ પરમાર અને ખીમજીભાઇ માવજીભાઇ પરમાર રહે. બંન્ને ઓમ પાર્ક પાસે, અવધ સોસાયટી પાસે, નાની કેનાલ રોડ, મોરબી વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૨૦ ના જુલાઇ મહિનામાં આરોપીએ ફરીયાદીની માલિકીની સ્થાવર મિલ્કત માધાપર સર્વે નંબર ૧૨૭૫ ખાતા નંબર-૨ વાળી બીનખેતીની જમીન હેકટર ૦-૪૭-પપ ચો.મી. ક્ષેત્રફળ વાળી જગ્યા છે તે જમીનમાં ફરીયાદીના પ્લોટ નં- ૧ થી ૪ ની જગ્યામાં પ્લોટ નં-૧ માં ૫૨.૫૦ ચો.મી., પ્લોટ નં-ર માં ૬૫.૮૫ ચો.મી., પ્લોટ નં-૩ માં ૫૮.૬૪ ચો.મી. તથા પ્લોટ નં-૪ માં ૫૦.૫૫ ચો.મી. આમ આસરે કુલ ૨૨૭.૫૪ ચો.મી. જમીનમાં ગેરકાયદે કબ્જો કરી ફરતી ફેન્સીંગ વાડ કરી નાખેલ છે અને જમીન પચાવી પાડી છે જેથી કરીને આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ની કલમ ૪(૧), (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં પોલીસે હિરાલાલ માવજીભાઇ પરમાર (૬૬) અને ખીમજીભાઇ માવજીભાઇ પરમાર (૮૦) રહે. બંન્ને ઓમ પાર્ક પાસે, અવધ સોસાયટી પાસે, નાની કેનાલ રોડ, મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે
દેશી દારૂ
માળીયા મિયાણા તાલુકાના નવાગામના સ્મશાન પાછળ આવેલ નદીના કાંઠે બાવળની ઝાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૨૫ લીટર આથો તેમજ પાંચ લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય સાધન સામગ્રી મળી આવતા પોલીસે સાડા ત્રણ સો રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં દોશમામદ કટિયા (ઉંમર ૪૮) રહે. જૂની રેલવે ફાટક વાળા વિસ્તાર માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે તો વાંકાનેર તાલુકાના વિરપર ગામ ધનકેડા નામની ઓળખાતી આરોપીની ભોગવટા વાળી વાડીએ દેશી દારૂ બનાવવા માટે વપરાતો આથો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતાં સ્થળ ઉપરથી દોઢસો લીટર આથો મળી આવ્યો હોય પોલીસે ત્રણ સો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી હાજર ન હોય ઝાલાભાઇ ધીરુભાઈ કોળી રહે. વીરપર વાળાની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
