મોરબીમાં આધેડના પ્લોટ ઉપર કબ્જો કરી લેનારા બે સગાભાઈઓની ધરપકડ
મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં શહેર ભાજપની કારોબારીની બેઠક મળી
SHARE









મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં શહેર ભાજપની કારોબારીની બેઠક મળી
મોરબી શહેર ભાજપની કારોબારી શનાળા રોડે આવેલા હરભોલે હોલ ખાતે રાખવામા આવી હતી જેમાં ગુજરાત રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા સહિતના હાજર રહ્યા હતા ત્યારે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાએ તમામનું સ્વાગત કર્યું હતું અને ત્યાર બાદ અલગ-અલગ વિષયો પર પ્રદેશના અને જિલ્લાના પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા મોરબી શહેરની પેજ સમિતિ ૧૦૦% ટકા સંપૂર્ણ કરવા બદલ જયુભા જાડેજા, લાખાભાઈ જારીયા, રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કણઝારીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જયુભા જાડેજા, પ્રદીપભાઈ વાળા, રણછોડભાઈ દલવાડી, મગનભાઇ વડાવીયા, બાબુભાઈ હુંબલ, જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન કેપરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સુરેશભાઈ દેસાઈ, મંજુલાબેન દેત્રોજા તેમજ નગરપાલિકાના કાઉન્સિલરઓ અને ભાજપના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને ત્યારે આગામી કાર્યક્રમોનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન મોરબી શહેર મહામંત્રી રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કણજારીયા કર્યું હતું
મંત્રીઑ કાલે મોરબીમાં
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌ સંવર્ધન અને મોરબી જિલ્લાના પ્રભારીમંત્રી દેવાભાઇ માલમ તા.૧૦-૬ શુક્રવારના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે મંત્રીના કાર્યક્રમ અનુસાર તા.૧૦-૬ શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે એપીએમસી માર્કેટ યાર્ડ મોરબી ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધીઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસસન અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
