મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં શહેર ભાજપની કારોબારીની બેઠક મળી
મોરબીના મહેન્દ્રનગર પાસે જીવલેણ અકસ્માત સર્જનારા ટ્રક ચાલકની સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીના મહેન્દ્રનગર પાસે જીવલેણ અકસ્માત સર્જનારા ટ્રક ચાલકની સામે ગુનો નોંધાયો
મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામની ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બાઇક લઇને જઇ રહેલા આધેડને ટ્રક ચાલકે હડફેટે લેતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે બનાવમાં મૃતકના દીકરાએ ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામના શાંતિનગર વિસ્તારમાં રહેતા ચંદુભાઈ જગજીવનભાઈ સંઘાણી જાતે પટેલ (૫૫) પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે તા.૫-૬ ને રવિવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં મહેન્દ્રનગર ચોકડી પાસે તેમના બાઇકને ટ્રક નંબર જીજે ૧૨ એયુ ૮૧૨૩ ના ચાલકે હડફેટે લેતા ચંદુભાઈ સંઘાણીને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના દીકરા જયદીપભાઈ ચંદુભાઈ સંઘાણી જાતે-પટેલ (૨૫) મોરબી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની તજવીજ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
ટંકારાના જીવાપર ગામે રહેતા કમલેશભાઈ પરસોતમભાઈ ગોસ્વામી નામનો ૪૦ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા પ્રભાતભાઈ વલ્લભભાઈ કુંઢીયા નામના છ મહિનાના બાળકને ઇજાઓ થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કચ્છના ભચાઉ તરફથી કુંઢીયા પરિવાર છકડો રિક્ષામાં મોરબી આવી રહ્યો હતો.તેઓ જ્યારે ભચાઉથી મોરબી આવતા હતા ત્યારે વોંઘ ગામની ચોકડી પાસે અજાણ્યા ટ્રક સાથે છકડો રિક્ષા અથડાતા ઇજાઓ થવાથી પ્રભાત કુંઢીયાને પ્રથમ ભુજ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને ત્યાંથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
ટ્રેક્ટરમાંથી પડી જતાં સારવારમાં
મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતો કૌશિક પ્રભુભાઈ પાંચોટિયા નામનો ૩૪ વર્ષીય યુવાન હળવદના ઈશ્વરનગર ગામે વાડીએ કામ કરતો હતો ત્યારે ટ્રેકટરમાંથી નીચે પડી જતાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે માળિયા મિંયાણાના ખાખરેચી ગામના લાભુભાઈ નથુભાઈ થરેસા નામના ૫૯ વર્ષીય આધેડ કારખાનેથી પરત ખાખરેચી ગામ જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમા ઇજાઓ થવાથી તેમને સારવારમાં ખસેડાયા હતા.
વૃદ્ધ સારવારમાં
મોરબીના વીસી પરા માં આવેલ રોહીદાસ પરા વિસ્તારમાં રહેતા દુદાભાઈ વાઘાભાઈ પરમાર નામના ત્રણ વર્ષીય વૃદ્ધ સાયકલ લઈને દુકાને જતા હતા ત્યારે વી સી હાઈસ્કૂલ પાસે તેઓની સાઇકલને કાર ચાલકે અડફેટે લેતાં ઇજાઓ થવાથી દર્દીને સારવાર માટે લઈ જવાયા હતા જ્યારે રાજકોટના ચુનારા વિસ્તારમાં રહેતા રમેશભાઇ બચુભાઈ સોલંકી નામના ૫૫ વર્ષીય અને ઉપરથી નીચે પડી જતા થયેલ ઈજાઓના કારણે તેઓને પણ સારવાર માટે મોરબી ખસેડાયા હતા.
