તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબી: ઝાડા ઉલટી થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામના ઝાંપા પાસે ૧૭ ચોરાઉ મોબાઈલ સાથે યુપીના બે શખ્સ ઝડપાયા


SHARE















મોરબીના લાલપર ગામના ઝાંપા પાસે ૧૭ ચોરાઉ મોબાઈલ સાથે યુપીના બે શખ્સ ઝડપાયા

મોરબી તાલુકાનાં લાલપર તથા લધીરપુર વિસ્તારમાં આવેલ કારખાના મજુરોની ઓરડીઓમાંથી છેલ્લા થોડા સમયથી મોબાઈલ ફોનની ચોરીઓ કરવામાં આવતી હતી તેવામાં આજે એલસીબીની ટીમે ચોરી કે છળકપટથી મેળવેલ ૧૭ મોબાઇલ ફોન જેની કિંમત ૮૫,૦૦૦ ના મુદામાલ સાથે હાલમાં મોરબીના સિરામિકના કારખાનામાં રહેતા અને મૂળ યુપીના બે શખ્સની ધરપકડ કરેલ છે

મોરબી એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ કામ કરી રહી છે અને એલસીબીના રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, અશોકસિંહ ચુડાસમાને હકિકત મળેલ કે મોરબી નજીકના લાલપર ગામના ઝાંપા પાસે નેશનલ હાઇવે રોડ ઉપરથી બે ઇસમો કે જે ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન વેચવા કે સગેવગે કરવા માટે આવી રહ્યા છે જેથી કરીને વોચ રાખવામા આવી હતી ત્યારે બે ઇસમો મોબાઇલ ફોન સાથે મળી આવ્યા હતા જેઓને રોકી તેની પુછપરછ કરી હતી ત્યારે તેઓની પાસે રહેલ ચીજવસ્તુ ચેક કરતા અલગ અલગ કંપનીના કુલ ૧૭ મોબાઇલ ફોન મળી આવ્યા હતા

જેથી કરીને તે શખ્સોની મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ તેઓએ અલગ અલગ તારીખ સમયે લાલપર તથા લધીરપુર વિસ્તારમાં આવેલ કારખાના મજુરોની ઓરડીઓમાંથી ચોરી કે છળકપટથી સેરવીને મેળવેલ હોવાનું જણાવ્યુ હતું જેથી પોલીસે ૧૭ મોબાઈલ જેની કિંમત ૮૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે વિકાસ બીગનભાઇ પાસવાન (ઉ.૨૧) અને કૌશલકુમાર દેવપ્રસાદ પાસવાન (ઉ.૧૯) રહે. બંને રહે. સીનીયર સીરામીક કારખાનાની ઓરડીમાં લાલપર મુળ રહે. મરાહનાપુર તારૂપેઢીયા (ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરવામાં આવેલ છે આમ અલગ અલગ કારખાનાની મજુરોની ઓરડીમાંથી નજર ચૂકવી મોબાઇલ ચોરી કરતા બે ઇસમોને પકડી પાડવામાં આવેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, દિલીપચૌધરી, શકિતસિંહ ઝાલા, જયેશભાઇ વાઘેલા, અશોકસિંહ ચુડાસમા, સતિષભાઇ કાંજીયા દ્વારા કરવામાં આવી છે

 




Latest News