મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સર્કીટ હાઉસ પાસે ઓરડીમા મહિલાની હત્યા કરીને પુરુષ કરી આત્મહત્યા !


SHARE







મોરબીમાં સર્કીટ હાઉસ પાસે ઓરડીમા મહિલાની હત્યા કરીને પુરુષ કરી આત્મહત્યા !

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સર્કીટ હાઉસ પાસે એક ઓરડીમાંથી સ્ત્રી અને પુરુષની લાશ મળી આવી છે જેથી કરીને બંનેના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવેલ છે અને પ્રાથમિક તપાસમાં એવિ વિગતો સામે આવી રહી છે કે મહિલાની હત્યા કરીને પુરુષે આત્મહત્યા કરી હોય તેવી શક્યતા છે જેથી પોલીસે તપાસ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સર્કીટ હાઉસ પાસે એક ઓરડીમાંથી ભાડે રહેતા પુરુષ અને મહિલાની ઓરડીનો દરવાજો નહીં ખૂલતાં તેને ખોલવામાં આવ્યો હતો ત્યારે ઓરડીમાંથી ત્યાં રહેતા અનીલ ગાંડુભાઈ રાઠોડ અને લલીતાબેન નામના મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા હતા જેથી કરીને તેની લાશોને પીએમ માટે સિવિલે ખસેડાયા છે અને પોલીસ સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ હાલમાં પ્રાથમિક તપાસમાં લાશને જોતાં એવું લાગી રહ્યું છે કે, અનીલ ગાંડુભાઈ રાઠોડે મહિલા લલીતાબેનને ગળેટુપો આપીને તેની હત્યા કરી હોય ત્યાર બાદ પોતે ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે કેમ કે, લલિતાબેનની લાશ હત્યા કરેલી હાલતમાં પડી હતી અને અનિલભાઈની લાશ ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી અને બિન આધાર ભૂત સૂત્રોના કહેવા પ્રમાણે મૃતક બનેં સાથે રહેતા હતા પરંતુ પતિ પત્ની ન હતા હાલમાં મોરબી બી ડીવીઝનના મહિલા પીએસઆઈ વાઢીયા અને ફિરોઝભાઈ સુમરાની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને આગળની તપાસ શરૂ કરેલ છે






Latest News