મોરબી સીરામીક એસો.ના હૉલ ખાતે ઔધોગિક સલામતીનો સેમિનાર યોજાયો
વાંકાનેર શહેરમાં શુક્રવારે સાંજે વરસાદ પડ્યો: ગરમીમાં થોડી રાહત મળી
SHARE









વાંકાનેર શહેરમાં શુક્રવારે સાંજે વરસાદ પડ્યો: ગરમીમાં થોડી રાહત મળી
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શુક્રવારે પણ વરસાદી છાંટા પડ્યા હતા અને કેટલાક વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી
ગુજરાતમાં ચોમાસુ સક્રિય થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ધીમેધીમે વરસાદી વાતાવરણ બાંધવા લાગ્યું છે અને મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર વરસાદી વાદળો પણ બંધાતા હોય તેવું દેખાઈ રહ્યું છે તેવામાં મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા જોધપર ખારી અને મહીકા ગામ તેમજ તેની આસપાસના વિસ્તારમાં ગત મંગળવારે વરસાદી છાંટા પડયા હતા જેથી કરીને ગરમીમાંથી સ્થાનિક લોકોને રાહત મળી હતી અને ત્યાર બાદ રાજ્યના હવામાન વિભાગે આગામી તા ૧૩ સુધીમાં વરસાદ પડશે તેવી જાહેરાત કરવામાં આવી છે તેવામાં શુક્રવારે સાંજના સમયે વરસાદી વાતાવરણ હતું અને વરસાદ પડ્યો હતો અને સારો વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે
