વાંકાનેર શહેરમાં શુક્રવારે સાંજે વરસાદ પડ્યો: ગરમીમાં થોડી રાહત મળી
મોરબીમાં કાલે કવિ ડો. કુમાર વિશ્વાસની હાજરીમાં કાવ્ય કળશનો કાર્યક્રમ યોજાશે
SHARE









મોરબીમાં કાલે કવિ ડો. કુમાર વિશ્વાસની હાજરીમાં કાવ્ય કળશનો કાર્યક્રમ યોજાશે
મોરબીને આમ પણ કલાનગરી કહેવામા આવે છે ત્યારે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા કાવ્ય કળશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક સમાજના લોકો માટે વિનામૂલ્યે એન્ટ્રી રાખવામા આવી છે તેવું આયોજકોએ જણાવ્યુ છે
મોરબીમાં રવાપર ખાતે સન સિટી ગ્રાઉન્ડમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા શનિવાર તા ૧૧ ના રોજ રાતે કાવ્ય કળશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કવિ ડો. કુમાર વિશ્વાસ, અમિત શર્મા, ચેતન ચર્ચિત, સુમન દુબે, સુદીપ ભોલા, જાની બજરંગી સહિતના કલાકારો હાજર રહેવાના છે અને દરેક સમાજના શ્રોતાઓ માટે વિનામૂલ્યે એન્ટ્રી રાખવામા આવી છે તેવું શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા કહેવામા આવ્યું છે અને લોકોને અમૂલ્ય લાભ લેવા માટે અનુરોધ કરેલ છે
