મોરબીમાં પત્ની સાથે મૈત્રી કરાર યુવાન પાસે ફાયરિંગ કરનારા પતિ સહિતના બે આરોપી જેલ હવાલે
મોરબીના રફાળેશ્વરમાં થયેલ માથાકૂટમાં બંને પક્ષેથી પકડાયેલા પાંચેય આરોપી જેલ હવાલે
SHARE









મોરબીના રફાળેશ્વરમાં થયેલ માથાકૂટમાં બંને પક્ષેથી પકડાયેલા પાંચેય આરોપી જેલ હવાલે
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે કારખાનેદારની કાર સહતે કાર અથડાવીને માથાકૂટ કરવામાં આવી હતી ત્યાર બાદ કારમાંથી કારખાનામાં હિસાબના ૨.૯૬ લાખનું લૂંટ કરવામાં આવી હતી જે બનાવમાં સામસામી ફરિયાદો નોંધાઈ હતી જેના આધારે પોલીસે બંને ગુનામાં કુલ મળીને પાંચ આરોપીની ધરપકડ કરી હતી જે પાંચેય આરોપીઓ જેલ હવાલે કરવામાં આવેલ છે તેવું તાલુકા પીઆઇ પાસેથી જાણવા મળેલ છે.
મોરબીના રફાળેશ્વર પાસે થયેલ માથાકૂટ બાદ રવાપર રોડ ઉપર રહેતા અને સિરામિકનું કારખાનું ધરાવતા રજનીભાઈ પરસોતમભાઈ સુરાણીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાની કાર નંબર જીજે ૨૩ બીએલ ૮૧૭૧ લઈને પોતાના કારખાનેથી કારખાના હિસાબના ૨.૯૫ લાખ રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રફાળેશ્વર ગામ પાસે એસક્રોસ કાર નંબર જીજે ૩૬ એફ ૦૫૨૭ લઈને આવેલા શખ્સે પોતાની કાર તેની કાર સાથે અથડાવી હતી અને ત્યારબાદ પથ્થરના છુટ્ટા ઘા કાર ઉપર કરીને કરીને કાચમાં નુકશાની કરી હતી જેથી પોલીસે પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આ ગુનામાં ગૌતમભાઈ જયંતિભાઈ મકવાણા, પારસ ઉર્ફે સુલતાન ગિરધરભાઈ વાઘેલા અને અજયભાઈ જગદીશભાઇ ચરોલાની ધરપકડ કરેલ હતી જે ત્રણેય આરોપીઓને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે
જયારે લીલાપર ગામ પ્રકાશનગર સોસાયટીમાં રહેતા ગૌતમભાઈ જેન્તીભાઈ મકવાણાએ સ્કોડા કારના ચાલક, દીપભા ગઢવી અને ખીમભા ગઢવીની સામે ફરિયાદ નોંધાવી હતી કે કારના ચાલકે પોતાની ગાડી રોંગ સાઇડમાં ચલાવીને ફરિયાદીની ગાડી સાથે ગાડી અથડાવી હતી અને ત્યારબાદ ફરિયાદીના મિત્ર પારસ ઉર્ફે સુલતાન સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો કહી બોલાચાલી કરી ઝાપટો મારી હતી અને ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે ખીમભા પંચાલભા ગઢવી અને સાગરભા ખીમભા ગઢવીની ધરપકડ કરેલ હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવ્યા છે તેવું તાલુકા પીઆઇ વિરલ પટેલ જણાવ્યુ હતું
યુવાન સારવારમાં
ટંકારાના સરૈયા ગામે કામ દરમિયાન સર્પે દંશ દેતા બેભાન હાલતમાં ગોવિંદભાઈ બાથુરભાઈ શિંગાળા નામના ૧૯ વર્ષીય યુવાનને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે જામનગરના જોડીયા તાલુકાના ટીંબડી નજીક આવેલ રસનાળ ગામે રહેતા ભુપતસિંહ ચંદુભા જાડેજા નામના ૪૦ વર્ષીય યુવાનને ગામમાં આવેલ સીમ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજાઓ થતાં અત્રેની સિવિલ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ માળિયા-મિંયાણાના મોટા દહીંસરા ગામે રહેતો મેહુલ ભરતભાઈ મકવાણા નામનો ૧૧ વર્ષીય બાળક ટ્રેકટરમાં બેસીને મંદિર તરફથી ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તે ટ્રેકટરમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
વૃદ્ધા સારવારમાં
સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે રહેતા રાજુબેન જેરામભાઈ કોળી નામના ૬૩ વર્ષીય વૃદ્ધા બાઇકના પાછળ બેસીને જતા હતા અને તેઓ જ્યારે રતનપર-સાયલા રોડ ઉપરથી જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઇજાઓ થતાં રાજુબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના જીવાપર ગામે રહેતા કમલેશભાઈ પરસોતમભાઈ ગોસ્વામી નામનો ૪૦ વર્ષીય યુવાન સાયકલ લઈને જતો હતો તે દરમિયાન પડી જતાં ઇજાઓ થવાથી સારવાર માટે ખસેડાયો હતો.
