મોરબીના રફાળેશ્વરમાં થયેલ માથાકૂટમાં બંને પક્ષેથી પકડાયેલા પાંચેય આરોપી જેલ હવાલે
મોરબીમાં કાલે નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્રારા પ્રાકૃતીક વસ્તુઓનું વાજબીભાવે વિતરણ
SHARE









મોરબીમાં કાલે નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્રારા પ્રાકૃતીક વસ્તુઓનું વાજબીભાવે વિતરણ
રાજકોટના નવરંગ નેચર કલબ દ્વારા મોરબી ખાતે પ્રાકૃતિક વસ્તુઓનો રાહતભાવે ભાવે વિતરણ કરવામાં આવશે જેમાં દેશી શાકભાજીના બિયારણના નાના પેકેટનું ૫ રૂપિયામાં વિતરણ કરાશે તેમજ દેસી ઓસળિયા, ફૂલછોડનું પણ રાહત દરે વિતરણ થશે.બિયારણમાં રીંગણી, મરચી, ટમેટી, ગુવાર, ચોળી, ભીંડા, કારેલાં, તૂરિયા, ગલકા, ચીભડા, કાકડી અને દૂધી છે.
તેમજ હાથે ખાંડેલ દેસી ઓસડિયા, જીવંતીકા (ખરખોડી) પાવડર, અળસિયાનું ખાતર અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, માટીના કુંડા, તાવડી, દેસી હાથ ઘડાવ માટીના પાટિયા, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, વિવિધ જાતના કઠોળ, વિવિધ જાતના શાકભાજીના બિયારણો, પાપડ, વિવિધ જાતના ફૂલછોડનું પણ રાહત દરે વિતરણ થશે.વિતરણ દર મહીનાના બીજા રવીવારે એટલે કે આગામી તા.૧૨-૬ ના રોજ સવારે ૮:૩૦ થી ૧ વાગ્યા સુધી ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે, મોરબી કરાશે.વધુ વિગત માટે લવજીભાઈ પ્રજાપતિ (મોરબી, મો. ૯૯૨૫૩૬૯૪૬૫) અથવા નવરંગ નેચર ક્લબ-રાજકોટના પ્રમુખ વી.ડી.બાલા (મો. ૯૪૨૭૫૬૩૮૯૮) નો સંપર્ક કરવો.
