મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે મૈત્રી કરાર યુવાન પાસે ફાયરિંગ કરનારા પતિ સહિતના બે આરોપી જેલ હવાલે


SHARE









મોરબીમાં પત્ની સાથે મૈત્રી કરાર યુવાન પાસે ફાયરિંગ કરનારા પતિ સહિતના બે આરોપી જેલ હવાલે

મોરબીનાં બેલા (રંગપર) ગામે રહેતા યુવાને મૈત્રી કરાર કર્યા હતા અને જે મહિલાની સાથે મૈત્રી કરાર કરેલા હતા તેના પતિ દ્વારા યુવાનની સામે રિવોલ્વર તાકીને તેની પત્નીને છોડી દેવા માટે ધમકી આપવામાં આવી હતી અને યુવાનના પગ પાસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા આ ગુનામાં પકડાયેલા મહિલાના પતિ સહિતના બે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી તાલુકાનાં બેલા ગામે રહેતા ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયા જાતે પટેલ (૩૦)એ જે મહિલાની સાથે મૈત્રી કરાર કર્યા છે તે મહિલાના પતિ નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ અને તેના મિત્ર યોગેશભાઇ બરાસરા સામે ફરિયાદ નોંધાવી હતી કે પોતાના ઘરેથી કારખાને જતા હતા ત્યારે રસ્તામાં બંને આરોપી આવ્યા હતા અને નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલે ગૌતમભાઈને ઊભા રાખીને “અસ્મીતા કે જે નવનીતની પત્ની છે તેની સાથે મૈત્રી કરાર કરેલ છે તે અસ્મિતાને છોડી દેજે તેમ કહીને યુવાનને મારી નાખવાના ઇરાદે તેની સામે રીવોલ્વર તાકી હતી અને તેના પગ પાસે બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા અને હાલમાં બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

ગુમ થયેલ યુવતીની ભાળ મળી

મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ સુરેલા જાતે કોળીની ૨૨ વર્ષીય પુત્રી સપનાબેન છેલ્લા થોડા દિવસોથી ગુમ થઇ ગઇ હતી અને તે અંગેની પોલીસને જાણ કરવામાં આવી હતી.દરમિયાનમાં ગુમ થયેલ સપનાબેન પોતાની મેળે મળી આવ્યા હતા અને પોલીસ નિવેદનમાં તેણીએ જણાવ્યું હતુ કે તેને મોરબીના જ રણછોડનગર વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ હોય અને તેની સાથે ચાલ્યા ગયેલ અને સ્વેચ્છાએ પરત ઘરે આવી જતા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના એમ.એમ.દેગામડીયા તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના રવાપર ગામના બોનીપાર્ક વિસ્તારમાં રહેતા દેવકરણભાઈ અણદાભાઈ પરમાર નામના ૭૦ વર્ષીય વૃદ્ધને શનાળા રોડ પર જીમ્મી ઓટો ગેરેજ નામની ઓફિસમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવારમાં સિવિલે ખસેડાયા હતા.તેમજ મોરબી લાતી પ્લોટ શેરી નંબર ૨-૩ ની વચ્ચે રહેતા નરસીભાઇ ઉકાભાઈ વાઘેલા (૩૬) અને રાજુબેન નરસીભાઈ વાઘેલા (૩૫) ને પણ મારામારીના બનાવમાં ઇજા થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામ નજીક વરમોરા સીરામીકમાં રહીને મજુરીકામ કરતા બેભરસિંગ સુદામસિંગ નામના ૨૦ વર્ષીય યુવાનને સરતાનપર ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા ૧૦૮ વડે તેને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.




Latest News