હળવદમાં પત્નીને સમજાવવા માટે ગયેલા પતિ અને તેના ભાઈને સાસરિયાઓએ ઢીબી નાંખ્યા
મોરબીમા યોજાયેલ કાવ્ય કળશના કાર્યક્રમમાં કવિ કુમાર વિશ્વાસે કવિ રસની સાથે સરકાર અને વર્તમાન સ્થિતિને આડેહાથે લીધી
SHARE









મોરબીને આમ પણ કલાનગરી કહેવામા આવે છે ત્યારે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા કાવ્ય કળશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા વિશ્વ પ્રસિધ્ધ કવિ કુમાર વિશ્વાસ દ્વારા કવિ રસની સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતી વિષે ટકોર કરી હતી અને તેની સાથોસાથ પ્રેમને લગતી અનેક કવિતાઓ લોકોની સમક્ષ રજુ કરી હતી
મોરબીમાં રવાપર ખાતે સન સિટી ગ્રાઉન્ડમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા શનિવારે રાતે કાવ્ય કળશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કવિ ડો. કુમાર વિશ્વાસ, અમિત શર્મા, ચેતન ચર્ચિત, સુમન દુબે, સુદીપ ભોલા, જાની બજરંગી સહિતના કલાકારો હાજર રહ્યા હતા અને દરેક સમાજના શ્રોતાઓ માટે આ કાર્યક્રમમાં વિનામૂલ્યે એન્ટ્રી રાખવામા આવી હતી જેથી મોટી સંખ્યામાં લોકો શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવેલ આયોજનમાં હાજર રહ્યા હતા અને કાવ્યરસની મજા માણી હતી આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા, પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઈ ભાડેશિયા સહિતના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને ત્યારે કવિ ડો. કુમાર વિશ્વાસે દેશમાં થઈ રહેલા દંગાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેટલાક કટાક્ષ કર્યા હતા અને દેશની વર્તમાન સરકાર તેમજ તત્કાલિન સરકારને પણ કવિની ભાષામાં હાસ્ય રસ સાથે આડે હાથે લીધી હતી
