મોરબીમાં મજૂરે ટીપ આપતા રાજસ્થાની ગેંગે આપ્યો ચોરીની ઘટનાને અંજામ
હળવદમાં પત્નીને સમજાવવા માટે ગયેલા પતિ અને તેના ભાઈને સાસરિયાઓએ ઢીબી નાંખ્યા
SHARE









હળવદમાં પત્નીને સમજાવવા માટે ગયેલા પતિ અને તેના ભાઈને સાસરિયાઓએ ઢીબી નાંખ્યા
હળવદના રણછોડગઢ ગામે રીસામણે ગયેલ પત્નીને તેનો પતિ સસરાના ઘરે સમજાવવા માટે ગયો હતો અને ત્યારે જમાઈ અને તેના ભાઇને સસરા અને સાળાએ માર માર્યો હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છેજેથી પોલીસે આરોરીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદના રણછોડગઢ ગામે કાળુભાઈ કરશનભાઈ દેઢરિયાના નાનાભાઈ મહેશભાઈની પત્ની નીતુબેન ગત તા 10/6 ના રોજ સવારે રીસામણે ગયેલ હોય અને ફરિયાદી કાળુંભાઈ દેઢરિયાના ભાઈ મહેશભાઈ તેના સસરા પ્રેમજીભાઈના ઘરે તેની પત્નીને સમજાવવા ગયેલ હતા જેની જાણ ફરિયાદી કાળુભાઈ દેઢરિયાના માતાએ તેને કરી હતી અને ફરિયાદી આરોપી પ્રેમજીભાઈ મુળજીભાઈના ઘરે તેઓના ભાઈને સમજાવી ઘરે પાછા લાવા ગયેલ હતા ત્યારે આરોપી અજીતભાઈ પ્રેમજીભાઈ વાવેઇએ ફરિયાદી કાળુભાઈને માથા ઉપર સાપ્ટીનનો ઘા મારતા ફરિયાદી કાળુભાઈને માથામાં પાંચ ટાંકા આવેલ હતા તેમજ આરોપી પ્રેમજીભાઈ મુળજીભાઈએ ફરિયાદી કાળુભાઈ તથા તેના ભાઈ મહેશભાઈને ગાળો આપી હતી જેની હળવદ પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
