મોરબી જિલ્લાના હળવદમાં દિવાલ તૂટી પડતાં બે સગા ભાઈ સહિત ત્રણના મોતઃ ઝીકીયારીમાં વીજળી પડતાં મહિલાનું મોત
SHARE









મોરબી જિલ્લાના હળવદમાં દિવાલ તૂટી પડતાં બે સગા ભાઈ સહિત ત્રણના મોતઃ ઝીકીયારીમાં વીજળી પડતાં મહિલાનું મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા સુંદરીભવાની ગામે વાડીએ બેઠેલા પરિવારના ત્રણ સભ્યો ઉપર દીવાલ તૂટી પડી હતી જેથી કરીને દીવાલનો કાટમાળ નીચે દટાઈ જવાના કારણે બે સગા ભાઈઓ સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે આવી જ રીતે મોરબી તાલુકાના ઝીકીયારી ગામે આકાશી વીજળી મહિલા પર પડવાના કારણે દાઝી જવાથી મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ.આમ મેઘરાજા એન્ટ્રી કરતાની સાથે જ મોરબી જિલ્લામાં જુદાજુદા અકસ્માતના બે બનાવની અંદર કુલ મળીને ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે
ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તે માટે ચોમાસાના વરસાદની છેલ્લા ઘણા દિવસોથી લોકો રાહ જોઈ રહ્યા હતા અને ગઈકાલે રાજ્યના જુદા જુદા જિલ્લા અને તાલુકાની અંદર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ આજે મોરબી જિલ્લામાં બપોર પછી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને મોરબી જીલ્લાના વાંકાનેર, ટંકારા, હળવદ, મોરબી અને માળીયા ના ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ શરૂ થયો હતો અને ખાસ કરીને જ વાત કરીએ તો હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે અંદાજે બે ઇંચ જેટલો વરસાદ પડયો હોય તેવુ લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે અને ગામની બાજુમાં આવેલ વાઘજીભાઇની વાડીએ વાઘજીભાઈ તેના ભાઈ શૈલેશભાઈ અને રાજુબેન બેઠા હતા ત્યારે અચાનક ધડાકાભેર દીવાલો સાથે તૂટી પડી હતી અને દિવાલને કાટમાળ નીચે દટાઈ જવાના કારણે વાઘજીભાઈ, શૈલેષભાઈ અને રાજુબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેઓના મૃતદેહને પીએમ માટે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી ગામના લોકો દ્વારા હાથ ધરવામાં આવી હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી બીજા બનાવની જો વાત કરીએ તો મોરબી તાલુકાના ઝીકીયારી ગામે વાડીમાં કામ કરતી વર્ષાબેન કિશોરભાઈ અદગામા નામની મહિલા વાડીએ કામગીરી કરી હતી ત્યારે તેના ઉપર આકાશ વીજળી પડી હતી જેથી કરીને વર્ષાબેન કિશોરભાઈ દાઝી ગયા હતા અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આજે મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોની અંદર મેઘરાજાની એન્ટ્રી થતાની સાથે જ અકસ્માતના બે બનાવો બનેલા છે અને તેમાં કુલ મળીને ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાની માહિતી સામે આવી રહી છે
