મોરબીના જુના રફાળેશ્વર રોડે કારખાનાના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
SHARE









મોરબીના જુના રફાળેશ્વર રોડે કારખાનાના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ સિરામિક કારખાના ગોડાઉનની અંદર ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર લાલપર ગામની સીમમાં આવેલ મીટકો સિરામિક નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં પ્રદીપભાઈ મગનભાઈ કોસરા જાતે પટેલ (ઉંમર ૨૧)એ કારખાના ગોડાઉન ની અંદર પ્લાસ્ટિકની દોરી પટ્ટી સાથે બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતક યુવાનના પિતા મગનભાઈ વાઘજીભાઈ કોસરા જાતે પટેલ (ઉંમર ૪૫) એ જાણ કરી હતી જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે
વૃદ્ધનું મોત
વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારની અંદર રહેતા ઉમરભાઈ હસનભાઈ કુરેશી (ઉંમર ૬૫) પોતાના ઘરે સૂતા હતા ત્યારબાદ તે ઉઠ્યા ન હતા જેથી તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ આંગેની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
