મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લોકોની સુવિધા માટે શહેરમાં ૧૬ સીએનજી બસનું મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કર્યું લોકાર્પણ


SHARE









મોરબીના લોકોની સુવિધા માટે શહેરમાં ૧૬ સીએનજી બસનું મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કર્યું લોકાર્પણ

મોરબી નગરમાં આંતરિક પરિવહનમાં લોકોને સરળતા રહે તેમજ પ્રદૂષણ નિયંત્રણ પણ કરી શકાય તે હેતુથી મુખ્યમંત્રી શહેરી બસ સેવા હેઠળ મોરબી નગરપાલિકા વિસ્તારમાં ૧૬ સીએનજી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકો ડિજીટલ ઇન્ડિયા તરફ પ્રેરાય તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્યારે ડિજીટલ ક્ષેત્રે ગુજરાત અને ભારતમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ત્યારે મોરબી નગરપાલિકાની આ બસ વ્યવસ્થા પણ ડિજીટલ ગુજરાતના સૂત્રને ચરિતાર્થ કરે છે. બસની સાથે એવી એપ્લિકેશન પણ વિકસાવવામાં આવશે જે બસના સમય-પત્રક સાથે બસનું લોકેશન પણ બતાવશે. આ સુવિધા થકી લોકોને બસની રાહ નહિં જોવી પડે કે નહિં કોઇને પુછવાની જરૂર પડે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર જે. બી.પટેલ, ડીડીઓ પરાગ ભગદેવ, એસપી રાહુલ ત્રિપાઠી, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી માર્કેટીંગ યાર્ડ ઉપપ્રમુખ મગનભાઈ વડાવિયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, અગ્રણી જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ, લાખાભાઇ જારિયા, પ્રદીપભાઈ વાળા, જિગ્નેશભાઈ કૈલા સહિતના સ્થાનિક પદાધિકારીઓ તેમજ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News