મોરબીના નીચી માંડલ ગામના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપીની ધરપકડ-fir સામે સ્ટે
SHARE









મોરબીના નીચી માંડલ ગામના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપીની ધરપકડ-fir સામે સ્ટે
મોરબીના નીચી માંડલ ગામની ચકચારી લેન્ડ ગ્રેબીંગ કેસમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં આરોપી વલમજી ભુદરભાઈ કાલરીયા તથા પરેશ ધનજીભાઈ પાંચોટીયાની ઘરપકડ અને એફઆઈઆર સામે સ્ટે આપવામાં આવેલ છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ વીરજી રામજીભાઈ કાલરીયાએ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ અધીનીયમ-૨૦૨૦ મુજબ એવી ફરીયાદ કરેલ છે કે, આ કામના ફરીયાદીની માલીકીની ઉંચી માંડલ ગામના સીમ સર્વે નંબર ૧૨૬૧ પૈકી ૧ ના જમીનમાંથી આશરે ૧૫૫૦ ચો.મી.ની જમીન પચાવી પાડવાના આશયથી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોની જાણ બહાર બનાવટી (ખોટું) સંમતીપત્ર બનાવી નગરનીયોજનના લે-આઉટ પ્લાન મંજુર કરાવી જમીનનો વપરાશી હકક દર્શાવામાં બનાવટી દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી ગુનો કર્યો છે આ બાબતની ફરીયાદ કરવામાં આવેલ હતી અને ફરીયાદના કામે આરોપીઓએ તેમના એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફતે હાઈકોર્ટમાં ધરપકડ અને એફ.આઈ.આર સામે સ્ટે મેળવવા તથા કાયદાની જોગવાઈ ચેલેનઝ કરવા અરજી કરેલ હતી અને તમામ દલીલના અંતે હાઈકોર્ટે આરોપીઓ તરફની દલીલો માન્ય રાખી ધરપકડ અને એફ.આઈ.આર સામે સ્ટે આપેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા તથા ગુજરાત હોઈકોર્ટના એડવોકેટ પ્રેરકભાઈ ઓઝા રોકાયેલ હતા.
