મોરબીના લોકોની સુવિધા માટે શહેરમાં ૧૬ સીએનજી બસનું મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કર્યું લોકાર્પણ
વાંકાનેરના સખી મંડળે મંત્રીને વંદે ગુજરાતનું માટીનું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું
SHARE









વાંકાનેરના સખી મંડળે મંત્રીને વંદે ગુજરાતનું માટીનું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું
મોરબીમાં એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હાલ ગુજરાત વિકાસ પ્રદર્શન અને સખી મેળો ચાલી રહ્યો છે. જેમા વિવિધ સખી મંડળ અવનવી વસ્તુઓનું નિર્માણ કરી તેનું વેચાણ કરી રહ્યા છે. જેમાં વાંકાનેરના મીટ્ટી આર્ટ ક્લે પ્રોડક્ટ સાથે જોડાયેલા સખી મંડળ દ્વારા માટી માથી વિવિધ વાસણો બનાવી વેચાણ કરવામાં આવી રહ્યું છે. વંદે ગુજરાત વિકાસયાત્રા પ્રસ્થાન દરમિયાન તેમને વંદે ગુજરાત- ૨૦ વર્ષ વિશ્વાસ ૨૦ વર્ષ વિકાસ આબેહુબ કંડારી રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને અર્પણ કરી ગરવી ગુજરાત અને ગુજરાત સરકારને આ અનોખું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું. આ માટીના સ્મૃતિચિન્હ પરથી એવું જણાય છે કે જન જનની વંદે ગુજરાત વિકાસ યાત્રામાં ગુજરાતની માટી પરનો દરેક માનવી સહભાગી છે.
