વાંકાનેરના સખી મંડળે મંત્રીને વંદે ગુજરાતનું માટીનું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું
મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારો રાજ્ય કારોબારીના હાજર રહ્યા
SHARE









મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારો રાજ્ય કારોબારીના હાજર રહ્યા
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક ડો. હેડગેવાર ભવન કર્ણાવતી ખાતે સંપન્ન થઈ.અખિલ ભારતીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરજી, અખિલ ભારતીય માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી મોહનજી પુરોહિત બેઠકમાં વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
સત્રમાં મહેન્દ્ર કપુરજીએ સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંગે જાણકારી આપતા જણાવ્યું કે આ અંતર્ગત આપણે મુખ્ય પાંચ કાર્યો કરવાના છે. પહેલું કાર્ય વિશ્વવિદ્યાલયોમાં ૧૦૦ જેટલા સેમિનારનું આયોજન સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત "ઇન્ડિયા સે ભારત કી ઓર "વિષય ઉપર થશે.બીજું ૩૦૦૦ થી વધારે કોલેજમાં આ જ વિષય ઉપર વક્તવ્યનું આયોજન થશે.ત્રીજુ પહેલી ઓગસ્ટના રોજ ૧,૫૦,૦૦૦ વિદ્યાલયોમાં એક સાથે ગામમાં બેનરો સાથે રેલી કાઢી ગામની શાળામાં એ સભા કાર્યક્રમમાં રૂપાંતરિત થશે જેમાં દરેક શાળાને ભારત માતાનો ફોટો, પેમ્પ્લેટ, સ્ટીકરો ભેટ આપવામાં આવશે.ગામમાં કોઈ સ્વાતંત્ર સેનાની નો પરિવાર હોય કે શહીદ સૈનિકનો પરિવાર હોય તો તેમને શાલ શ્રીફળ આપી અને સન્માન કરવામાં આવશે.
સત્રમાં ભીખાભાઈ દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ આઠ સંવર્ગની બંધારણ પ્રમાણે નવિન ટીમની ઘોષણા રાજ્યના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી.સમાપન સત્રમાં મહેન્દ્ર કપૂરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આપણે સૌ ભારતના ભવિષ્યના ઘડતરનું કામ કરીએ છીએ તો વિદ્યાલયના બાળકોમાં રાષ્ટ્રીય ભાવના અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાનનું સિંચન કરી અને અને ભારત માતાને પરમ વૈભવ સુધી લઈ જવામાં સંગઠનના કાર્યકર્તાએ પોતાનું અમૂલ્ય યોગદાન આપવાનું છે સમગ્ર બેઠકનું સંચાલન પ્રાંત મહામંત્રી મિતેશભાઈ ભટ્ટ દ્વારા થયું હતું અંતમાં કચ્છના સરકારી માધ્યમિક સંવર્ગના પ્રાન્ત અધ્યક્ષ મુરજીભાઈ ગઢવી દ્વારા કલ્યાણ મંત્ર બોલાવી બેઠકની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ બેઠકમાં મોરબી જિલ્લામાંથી મંત્રી કિરણભાઈ કાચરોલા, સૌરાષ્ટ્ર સંભાગ સહ સંગઠનમંત્રી અને જિલ્લા સંગઠનમંત્રી હિતેશભાઈ ગોપાણી, ઉપાધ્યક્ષ કિરીટભાઈ દેકવાડિયા અને હરદેવભાઈ કાનગડ તેમજ જિલ્લા પ્રચારમંત્રી હિતેશભાઈ પાંચોટીયા અને હળવદ તાલુકામાંથી કરસનભાઈ ડોડીયા અને વાસુદેવભાઈ ભોરણીયા ઉપસ્થિત રહ્યા હતા.
