મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારો રાજ્ય કારોબારીના હાજર રહ્યા
મોરબીના ક્રિષ્નાબેન પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના જનરલ સેક્રેટરી તરીકે વરણી
SHARE









મોરબીના ક્રિષ્નાબેન પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના જનરલ સેક્રેટરી તરીકે વરણી
મોરબીના ક્રિષ્નાબેન પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક થતા ચોમેરથી અભિનંદન વરસી રહ્યા છે અગાઉ તેમની પ્રદેશમંત્રી તરીકે કામગીરી કરી હતી ત્યાર બાદ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ કામગિરી કરી હતી અને તેમના દાદા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા તેમનું સન્માન જવાહર લાલ નહેરુ દ્વારા કરવામાં આવેલ હતું .
તેમના પિતા પણ કોંગ્રેસ પાર્ટીના વફાદાર કાર્યકર્તા છે. તેઓ પણ પ્રદેશમંત્રી તરીકે કામગિરી કરી ચુક્યા છે.તેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ તરફથી અન્ય રાજ્યોમાં પ્રભારી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.આમ તેઓને કોંગ્રેસના સંસ્કાર વારસામાં મળ્યા છે.તેઓ સાયન્સ ગ્રેજ્યુએટ છે.તેઓએ માસ્ટર ડીગ્રી પણ મેળવેલ છે.તેઓએ એલએલબી કરીને એડવોકેટની ઉપાધિ પણ મેળવેલ છે. તેઓ સારા સામાજિક કાર્યકર પણ છે. તેઓ તેમના જીવનમાં ખૂબ આગળ વધે અને ખુબ જ કામગીરી કરે તેવી શુભેચ્છકો લોકો પાઠવી રહયા છે.
