મોરબીના ક્રિષ્નાબેન પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના જનરલ સેક્રેટરી તરીકે વરણી
જૂનાગઢના ચાપરડા ખાતે સંસ્કૃત ભારતી દ્વારા યોજનારા કાર્યક્રમમાં મોરબીથી ૪૦ લોકો જોડાશ
SHARE









જૂનાગઢના ચાપરડા ખાતે સંસ્કૃત ભારતી દ્વારા યોજનારા કાર્યક્રમમાં મોરબીથી ૪૦ લોકો જોડાશ
સંસ્કૃત ભારતી દ્વારા જૂનાગઢના ચાપરડા ખાતે આગામી તા.૯ અને ૧૦ ના રોજ સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રથમ અધિવેશન રાખવામા આવ્યું છે જેમાં મોરબીથી પણ હોદેદારો જવાના છે
આગામી તા.૯ અને ૧૦ જુલાઈના રોજ જૂનાગઢ પાસે આવેલ બ્રહ્માનંદ વિદ્યાલય- ચાપરડા ખાતે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રથમ અધિવેશન મળવા જઈ રહ્યું છે. આ અધિવેશનમાં મોરબી જનપદ તરફથી ૨૪ ભાઈઓ, ૧૬ બહેનો કુલ ૪૦ કાર્યકરો ભાગ લેશે અને ચાપરડાની બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે મળનારા સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રથમ અધિવેશનમાં સૌરાષ્ટ્રભરના કાર્યકરો ભાગ લેવા માટે આવશે ત્યારે મોરબી જનપદ તરફથી પણ શિક્ષકો, ડોક્ટર્સ ,સીરામીક વ્યવસાય સાથે જોડાયેલ, વકીલ, વિદ્યાર્થી, ગૃહિણીઓ એમ વિવિધ ક્ષેત્ર તેમજ ટંકારા, વાંકાનેર, મોરબી સ્થાનમાંથી કાર્યકરો ભાગ લેશે. આ અંગેની માહિતી સંસ્કૃત ભારતી મોરબી જનપદ સંયોજક કિશોરભાઈ શુક્લ અને સહસંયોજક મયુરભાઈ શુક્લ દ્વારા આપવામાં આવી છે.
