મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની-પુત્ર અને સસરાએ યુવાનને લમધાર્યો : પત્નીના નામના મકાનના દસ્તાવેજ કરતાં ચેતજો


SHARE

















મોરબીમાં પત્ની-પુત્ર અને સસરાએ યુવાનને લમધાર્યો : પત્નીના નામના મકાનના દસ્તાવેજ કરતાં ચેતજો

મોરબીના શનાડા રોડ ઉપર સરદારબાગની પાછળના ભાગમાં આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને પોતાના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે થઈને પોતાની પત્નીને કહ્યું હતું જે બાબતે તેની પત્ની અને દીકરાને સારું ન લાગતાં પત્ની-દીકરા સહિત ત્રણ વ્યક્તિઓએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી કરીને ભોગ બનેલા યુવાને તેની પત્ની-દીકરા અને સસરા સહિત ત્રણ સામે હાલમાં મોરબી સીટી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગની પાછળના ભાગમાં પૂજા હોસ્પિટલની બાજુમાં આવેલ ગ્રીનહીલ્સ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૩૦૩ માં રહેતા જયેશભાઈ મહેન્દ્રભાઈ જોશી જાતે બ્રાહ્મણ (ઉમર ૪૬) ને તેના પત્ની વંદનાબેન જયેશભાઈ જોશી દીકરો નીલકંઠ જયેશભાઈ જોશી અને સસરા શ્યામસુંદર હરિલાલ શાસ્ત્રી રહે.બધા ગ્રીનહીલ્સ એપાર્ટમેન્ટ મોરબી ની સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે તેમણે પોતાના ઘરની અંદર સીસીટીવી કેમેરા લગાવવા માટે કહ્યું હતું જે તેની પત્ની વંદનાબેન અને દીકરા નીલકંઠને સારું લાગ્યું ન હતું અને તેઓએ તેમની સાથે બોલાચાલી કરીને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમજ સસરા શ્યામસુંદર હરીલાલ શાસ્ત્રીએ પણ તેમને ઢિકાપાટુનો માર મારી, ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની પત્ની વંદનાબેન, દીકરા નીલકંઠ અને સસરા શ્યામસુંદર એમ ત્રણ સામે ફરિયાદ નોંધાવતા એ.એમ.ઝાપડીયાએ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વધુમાં ભોગ બનેલ યુવાનના જણાવ્યા પ્રમાણે તેમના પત્નીને ભાગીદાર તરીકે રાખીને તેમણે ધંધો શરૂ કર્યો હોય અને ધંધામાં ધ્યાન આપવાના બદલે તેમની પત્ની ભાજપમાં હોદો હોય રાજકીય પાર્ટી સહિતના અન્ય સેવાના કાર્યો કરતા હોય જેને લઈને પણ અગાઉ ઘરમાં ઝઘડા થતા હતા.બાદમાં અન્ય પ્રશ્નો ઊભા થતા ઘરમાં સીસીટીવી લગાવવાની વાત થઈ તેમાં પણ ઝઘડો થયો હતો અને હાલ સપકારી સબસીડી માટે મકાન પત્નીના નામે કરવા માટે જે દસ્તાવેજો થઈ રહ્યા છે તેને લઈને હાલ તેઓએ પણ પોતાના મકાન પોતાની પત્નીના નામે કરાવેલ હોય અને ઘરમાંથી પોતાને કાઢી મુકવા માટે અને પોતાને છૂટાછેડા આપવા માટે પણ તેણીએ અરજી કરી હોય અને છેલ્લા ઘણા સમયથી તેઓની પજવણી કરવામાં આવી રહી છે તેવું ભોગ બનેલ જયેશભાઇ જોષીએ ભારે હૈયે નિવેદનમાં જણાવ્યું છે.આમ, ઘરમાં સીસીટીવી નહીં નાખવા માટે, મોબાઇલ સ્ટેટમેન્ટ નહીં આપવા માટે, પોતાના જ ઘરમાંથી પોતાને કાઢી મૂકવા બાબતે, પતિએ ઘર પત્નીના નામે લીધુ હોવાથી હવે પતિને જ ઘર બહાર કાઢી મૂકવા તેમજ છૂટાછેડા લઇને ભાગીદારીની કંપનીમાંથી છૂટા થઇ જવા માટે યુવાનને તેના જ પરીવારજનો હેરાન કરાતા હોવાની તેણે રાવ કરેલ છે.




Latest News